તહેરાન, ઉત્તરી ઈરાનમાં આવેલા એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ લાગવાના કારણે ૨૭ લોકોના મોત થયા છે. બીજા ૧૭ લોકો દાઝી ગયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.ઈરાનના મીડિયાના કહેવા અનુસાર શુક્રવારે ઉત્તરી ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. આગ પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી પણ તેમાં ૨૭ લોકોના મોત થયા છે.વહેલી સવાર આગ લાગી હોવાથી મોટા ભાગના લોકો સુતેલા હતા અને તેના કારણે તેઓ આગમાં સપડાઈ ગયા હતા. આ એક ખાનગી વ્યસન મુક્તિ કેન્દ્ર છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે કેન્દ્રમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સીની સ્થિતિમાં પહોંચી વળવા માટે પૂરતા સાધનો નહોતા.ઈરાનમાં આ પ્રકારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. સપ્ટેમ્બરમાં ઈરાનના રક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત કાર બેટરી બનાવતી ફેકટરીમાં પણ આ રીતે આગ લાગી હતી. જોકે તે વખતે કોઈનો જીવ નહોતો ગયો.