સૌરવ ગાંગુલી ભાઇના બચાવમાં ઉતર્યો,ટિકિટ વિવાદમાં સીએબી એસોસિએશનની કોઈ ભૂમિકા નથી’,ઈડન ગાર્ડનની ક્ષમતા ૬૭ હજારની છે

કોલકતા, સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી)ના પ્રમુખ સ્નેહાશિષના બચાવમાં ઉતર્યો.સીએબીના પ્રમુખ સ્નેહાશિષ પર ઇન્ડિયા દ.આફ્રિકા મેચની ટિકિટના કાળા બજાર કરવા મામલે પોલીસે સમન્સ પાઠવ્યું. સૌરવ ગાંગુલીએ પોતાના ભાઈ કે જે સીએબી પ્રમુખ છે તેનો બચાવ કરતા કહ્યું કે ટિકિટ વિવાદમાં રાજ્યના એસોસિએશનની કોઈ ભૂમિકા નથી. કેમકે ઈડન ગાર્ડનની ક્ષમતા ૬૭ હજારની છે, સામે ૧ લાખ ટિકિટની માંગ છે. ૫ નવેમ્બર રવિવારના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપ મેચ રમાશે. આ મેચની ટિકિટોના કાળા બજાર કરવા મામલે સીએબીના પ્રમુખ સ્નેહાશિષ પર આરોપ લાગેલો છે.

સીએબીના ૧૧,૦૦૦ સભ્યો છે જેમાંથી માત્ર ૩ હજાર સભ્યોને ટિકિટ આપવામાં આવી છે તેમ બીસીસીઆઈના ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ માહિતી આપી. સાથે એમ પણ કહ્યું કે કેટલાક સીએબી લાઇફ મેમ્બર્સ, જેમને ટિકિટ મળી ન હતી, તેઓ પણ ખુશ ન હતા. આ સાથે ગાંગુલીએ પોતાના મોટાભાઈ સ્નેહાશિષ નિર્દોષ હોવા સાથે ટિકિટના કાળાબજારમાં તેમની કોઈ કથિત ભૂમિકા ના હોવાનું જણાવ્યું. વધુમાં કહ્યુ કે સીએબી ટિકિટો વેચી શક્તું નથી. એકવાર ઈડન ગાર્ડન્સમાંથી ટિકિટ નીકળી જાય પછી કોઈને ખબર નથી કે તે ક્યાં અને કેટલી કિંમતે વેચાય છે. તેમના ભાઈ સીએબી પ્રમુખ સ્નેહાશિષને આ વિવાદમાં કેમ ખેંચવામાં આવ્યા તે બાબતે હેરાન છે અને આ બનાવને તેઓ દુર્ભાગ્યપૂર્ણ કહી રહ્યા છે.

બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે ભારતીય લોકોમાં ક્રિકેટ રમતનો ક્રેઝ વધારે છે. અને તેમાં પણ અત્યારે વર્લ્ડકપ ચાલી રહ્યો છે. એટલે લોકો ટિકિટ લેવા પડાપડી કરતા હોય છે. ટિકિટની માંગ એટલી વધારે હોય છે કે લોકો કોઈપણ કિમંતે તે લેવા તૈયાર થાય છે. જેના કારણે કાળા બજારને પ્રોત્સાહન મળે છે. તેના પર કોઈનું નિયંત્રણ નથી, ફક્ત પોલીસ જ આને રોકી શકે છે,

એક ચાહક તરફથી મેદાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ કોલકાતા પોલીસે કાર્યવાહી કરતા બુધવારે સીએબી પ્રમુખ સ્નેહાસીશને ટિકિટના કાળા બજાર કરવા મામલે સમન્સ પાઠવ્યો હતો. અને આ આરોપોનું સૌરવ ગાંગુલીએ ખંડન કર્યું હતું. આ મામલે ગાંગુલીએ તેના મોટા ભાઈ સાથે લગભગ બે કલાક સુધી મીટિંગ કરી હતી. ફરિયાદીએ સહિત ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઓનલાઈન પોર્ટલ પર પણ ટિકિટના વેચાણને લઈને આરોપો લગાવ્યા હતા. ભારત-સાઉથ આફ્રિકાની મેચને લઈને એક નાગરિકે ફરિયાદ કરી હતી કે ” કાળા બજારીઓને લાભ કરાવવા સામાન્ય લોકો માટે હેતુપૂર્વક ટિકિટોનો મોટો હિસ્સો કાઢી નાખવામાં આવ્યો હતો.” નોંધનીય છે કે ભારત-દક્ષિણ આફ્રિકાની ટિકિટોની સૌથી ઓછી કિંમત ?૯૦૦ છે જે બ્લેક માર્કેટમાં લગભગ ?૫૦૦૦માં વેચાઈ રહી છે. ઈડન ગાર્ડનની બહાર લોકોએ ટિકિટ કૌભાંડ અને બ્લેક માર્કેટિંગનો આરોપ લગાવીને વિરોધ પણ કર્યો હતો.