કેનેડામાં જાતીય સતામણી બાબતે ભારતીય મૂળના ફિઝિયોથેરાપિસ્ટની ધરપકડ

કેનેડામાં જાતીય સોષણની ઘટના સામે આવી છે. જેમાં ભારતીય મૂળના ફિઝિયોથેરાપિસ્ટનું આ સમગ્ર કરનામું હોવાનું સામે આવ્યું છે. પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાઈ છે. ભારતીય મૂળના 53 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્લિનિકમાં ફિઝિયોથેરાપીની વિઝિટ દરમિયાન પીડિતાનું જાતીય શોષણ થયું હોવાની ફરિયાદ ઉઠી હતી જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.

કેનેડાના પ્રાંત ઓન્ટારિયોમાં એક મહિલા પર કથિત રીતે જાતીય શોષણ કરવા બદલ ભારતીય મૂળના 53 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટની ધરપકડ કરવામાં આવી છે. ડૉક્ટર પર તેના ક્લિનિકમાં પીડિતાનું યૌન શોષણ કરવાનો આરોપ છે. આ બનાવ અંગે પોઈસ ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસને 23 ઓક્ટોબરના રોજ રિપોર્ટ મળ્યો હતો કે રિચમન્ડ હિલમાં યોંગ સ્ટ્રીટ અને સેન્ટર સ્ટ્રીટ ખાતેના ક્લિનિકમાં ફિઝિયોથેરાપીની વિઝિટ દરમિયાન પીડિતાનું જાતીય શોષણ થયું હતું. આ ફરિયાદ બાદ પોલીસે ફિઝિયોથેરાપિસ્ટ ઈરાજ દાનેશ્વરની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસકર્તાઓએ 30 ઓક્ટોબરના રોજ દાનેશ્વર પર જાતીય હુમલો કરીને શારીરિક ત્રાસ પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. પોલીસનું માનવું છે કે આ મહિલા સિવાય હજુ પણ અનેક પીડિતો હોઈ શકે છે. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનુ છે કે પોલીસે વધુમાં જણાવ્યુ હતું કે જો કોઈ પણ વ્યક્તિ આ વિશે કઈ પણ જાણતું હોય તો કોઈપણને આગળ આવી માહિતી પોલીસને આપવા જણાવ્યુ હતું.

આ વર્ષે ઓગસ્ટમાં 55 વર્ષીય ઇસમે ટોરોન્ટોમાં નોકરીના ઈન્ટરવ્યુ દરમિયાન બે મહિલાઓ સાથે યૌન શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ટોરોન્ટો પોલીસે જણાવ્યું હતું કે ઈન્ટરવ્યુ દરમિયાન પીડિતોને મેડિટેશન કરવાની સૂચના આપી અને પછી તેમની સાથે યૌન શોષણ કર્યું હતું.

જૂનમાં, ગુરપ્રતાપ સિંહ વાલિયા અને તેમના પુત્ર સુમૃત વાલિયાને કેલગરીમાં ઘણા મહિનાઓ દરમિયાન અનેક કિશોરવયની છોકરીઓનું જાતીય શોષણ અને શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

કેલગરી પોલીસ સર્વિસ ચાઈલ્ડ એબ્યુઝ યુનિટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેએ સગીર છોકરીઓને આલ્કોહોલ, વેપ અને ડ્રગ્સ પૂરા પાડ્યા હતા. જે બાદ આ કૃત્ય આચર્યું હતું.