દાહોદ,દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામે એક 49 વર્ષિય આધેડ વ્યક્તિએ અગમ્યકારણોસર ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગરબાડા તાલુકાના બાવકા ગામે સીમળખેડી ફળિયામાં રહેતાં 49 વર્ષીય હિમસિંગભાઈ દિતાભાઈ દેવળે ગત તા.01 નવેમ્બરના રોજ પોતાના ગામમાં એક નીલગીરીના ઝાડ સાથે દોરડું બાંધી આગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોટકોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ ગોડી ગઈ હતી. પોલીસે મૃતક હિમસિંગભાઈના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે લીમખેડા તાલુકાના જાદા ખેરીયા ગામે મંદીર ફળિયામાં રહેતાં ચુનીલાલ દિતાભાઈ દેવળે જેસાવાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.