સંતરામપુરમાં રખડતા પશુઓનો વધી રહેલો આંતક

સંંતરામપુર, સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓ વાહન ચાલકો માટે અને રાહદારી માટે જીવનો જોખમ રસ્તાની વચ્ચે અડીંગો જમાવીને ઊભા થઈ જતા હોય છે અને તોફાની બનતા ઉભા રહેલા વાહન ચાલકોને પણ નુકસાન પહોંચાડતા હોય છે, જ્યારે કેટલીક વાર રસ્તાની વચ્ચે વોચ ઊભા થઈ જવાના કારણે કલાકો સુધી ટ્રાફિક્ સમસ્યા પણ વધતી જાય છે. બપોરે મેન બજારમાં 10 થી 15 જેટલા એક સાથે રખડતા પશુઓ રસ્તાની વચ્ચોવચ ઊભા થઈ જતા કલાકો સુધી ટ્રાફિક સમસ્યા જોવા મળી આવેલી હતી. સરકાર દ્વારા રખડતા પશુઓને પકડી લેવાનો પરિપત્ર કરવા છતાંય આજ સુધી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. બે થી ત્રણ વખત રખડતા પશુઓ તોફાની બને અને આંતક મચાવે ત્યારે કેટલાક લોકોને નુકશાન પણ પહોંચાડે છે અને વાહન ચાલકોને પણ મોટાભાગનું નુકશાન થતું હોય છે. દિન પ્રતિદિન રખડતા પશુઓ કારણે ગંભીર સમસ્યા બનતી જાય છે. ખાસ કરીને મોટા બજાર, ગોધરા ભાગોળ અને નાના નાના વિસ્તારોમાં ઊભા થઈ જતા હોય છે અને બીજી બાજુ તોફાની બને એટલે કેટલાક લોકોને નુકશાન પણ પહોંચાડતા હોય છે. પાલિકા દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી જ નથી. રખડતા પશુઓને માલિકો છુટા મૂકી દેવાના કારણે નગરજનો માટે માથાનો દુખાવો બન્યો છે અને જોખમકારક ઊભું થયેલું છે. પોતાના પશુઓને ઘર આંગણે રાખવાના બદલે ખુલ્લા છોડી મૂકવામાં આવે છે. આ ગામની અંદર મુશ્કેલી ઉભી કરી મૂકે છે, પરંતુ આજે સુધીના રખડતા પશુઓ પર કે માલિકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને સૌથી વધારે રાહતદારીઓ અને વાહન ચાલકો ભોગ બનતા હોય છે. ગમે ત્યારે પણ આવા રખડતા પશુઓના કારણે મોટી દુર્ઘટના પણ બની શકે છે. ભૂતકાળમાં ત્રણ વ્યક્તિને રખડતા પશુઓ હોય મારીને નીચે પાડી દેતા આજદિન સુધી પથારી અવસ્થામાં છે. તેવી પરિસ્થિતિ સંતરામપુરમાં જોવા મળી આવેલી છે.