લુણાવાડા નગરમાં સ્વરછતા અભિયાન માત્ર પોસ્ટરો પર: જૂનાબસ ડેપો પાછળ કચરો એકત્ર કરવાના ક્ધટેનરો કચરામાં : અસહ્ય ગંદકીથી રહીશો ત્રસ્ત.

લુણાવાડા, લુણાવાડા નગરમાં સ્વરછતા અભિયાન માત્ર પોસ્ટરો પર હોય તેવા દશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી લુણાવાડા નગરપાલીકામાં સતા હાલ વહીવટદાર થી ચાલી રહી છે. શાસન પર સરકારી અઘિકારી છે, ત્યારે નગરની સુખાકારીની કાળજી લેવા સુદ્ધાં કોઇ તૈયાર નથી. અનેક વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્યએ માઝા મુકી છે. એક તરફ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મચ્છરજન્ય રોગો માંથુ ઉચકે તેવી પરિસ્થિતિનું નિર્માણ પાલીકા તંત્રની બેદરકારીના કારણે થાય તો નવાઇ નહીં. આશ્ચર્યની વાત એ છે કે નગરમાં વિવિધ વિસ્તારોમાં કચરો એકત્ર કરવાના ક્ધટેનર જ લાંબા સમયથી લુણાવાડા જૂના બસ ડેપો પાછળના ભાગમાં કચરામાં જોવા મળી રહ્યાં છે. આ ક્ધટેનર અને અસહ્ય ગંદકીના કારણે આસપાસના રહીશોના આરોગ્યને પણ જોખમ સર્જાયેલું છે. અનેક વખત મૌખિક રજુઆતો કરી પરંતુ તેમની રજુઆતો પાલીકા તંત્રના બહેરા કાને અથડાઇને પાછા આવે છે. અગાઉ પણ આજ સ્થળે કચરાના ક્ધટેનર લાંબા સમય સુધી કચરામાં પડી રહ્યાં બાદ ખવાઇ ગયાં હતા. તંત્ર દ્વારા હરાજી કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારે લાંબા સમયથી પડી રહેલા આ બીજા ક્ધટેનરોની પણ આ જ દશા થાય તેવું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ લોકોમાં એ પણ ચર્ચા છે કે, આ ક્ધટેનરો વધારાના છે. કોઈ જરૂરિયાત વગર લાંબા સમયથી અહીં નાખી રાખવામાં આવ્યા છે, તો પ્રજાના પૈસે જરૂરિયાત વગરના ક્ધટેનરની ખરીદી કેમ કરવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે.