ભરૂચ, હાર્ટએટેક હવે ગુજરાતના યુવકોનો કાતિલ બની રહ્યો છે. ગુજરાતમાં હવે રોજ હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, જુવાનિયા તેનો શિકાર બની રહ્યાં છે. ભરૂચ જીલ્લામાં ૪ લોકોને હૃદય રોગના હુમલા આવ્યા હતા.જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જયારે એક સારવાર હેઠળ છે.
તલાટી તરીકે ફરજ બજવતા નિલેશ પટેલ, કેરાલાના એક ઇસમનું અને ધોરણ ચારમાં અભ્યાસ કરતા બાળકીનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. જયારે ભરૂચ ક્રિકેટ એસો.સાથે જોડાયેલ ઇસ્માઇલ મતાદાર સારવાર હેઠળ છે.
મહત્વનું છે કે,છેલ્લાં થોડા સમયથી સૌરાષ્ટ્રમાં અને એમા પણ રાજકોટમાં હાર્ટ એટેકથી મૃત્યુનાં બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આજે ફરી બે યુવકોના હાર્ટ એટેકથી મોત થતાં ચકચાર મચી ગયો છે. શહેરના મીરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અને રૂખડીયા પરા વિસ્તારમાં રહેતા એક ૨૦ વર્ષીય અને એક ૩૫ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં ફરી એક વાર શહેરમાં ચિંતાની લાગણી જન્માવી છે.