
પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં ફસાયેલી ટીએમસીની મહિલા સાંસદ મહુઆ મોઈત્રાની હાલમાં સંસદની એથિક્સ કમિટી પૂછપરછ કરી રહી છે. પરંતુ આ પૂછપરછ જ વિવાદમાં સપડાઈ ગઈ છે. હકીકતમાં ગુરુવારે સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઈત્રાની પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ બહાર આવેલા મહુઆ મોઈત્રાએ મોટા આરોપ કરીને વાતાવરણ ગંભીર કરી મૂક્યું.
એથિક્સ કમિટીની પૂછપરછ બાદ ગરમ થયેલા મહુઆ મોઈત્રાએ કહ્યું કે એથિક્સ કમિટીએ મને ગંદા સવાલ પૂછ્યાં. મને પૂછ્યું કે રાતના કોઈની સાથે વાત કરો છો. બસપા સાંસદ દાનિશ અલીએ કહ્યું કે મહુઆને એથિક્સ કમિટી પૂછી રહી છે કે તેઓ રાતના કોઈ સાથે વાત કરે છે.
લાંચના કેસમાં ફસાયેલા મહુઆ મોઇત્રા આજે સંસદની એથિક્સ કમિટી સમક્ષ હાજર થયા હતા. સમિતિના પ્રશ્નોના જવાબમાં, તેમણે કહ્યું કે આવા આરોપોનું કારણ “કથળતા જતા વ્યક્તિગત સંબંધો” છે. એટલું જ નહીં આ દરમિયાન તેમણે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીનો સામનો કરવાની પણ માંગ કરી હતી. આરોપ છે કે ગૌતમ અદાણી વિશે પ્રશ્નો પૂછવા માટે મહુઆ મોઇત્રાને હિરાનંદાનીએ લાંચ આપી હતી. એટલું જ નહીં, તેમણે સંસદની લોગિન ડિટેલ્સ અંગેના પ્રશ્નો પણ અપલોડ કર્યા હતા. એક રિપોર્ટ અનુસાર મહુઆને મોઇત્રાના આઈડીમાં 47 વખત લોગ ઈન કર્યું હતું. હકીકતમાં, જે લોકોએ તેમના પર રોકડ રકમ લઈને પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો હતો તેમાં એક છે સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદ્રાઈ. તે મહુઆ મોઇત્રાનો ભૂતપૂર્વ ભાગીદાર છે, પરંતુ પાછળથી સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા અને બંને અલગ થઈ ગયા. એક રિપોર્ટ અનુસાર મહુઆ મોઇત્રાએ સ્વીકાર્યું છે કે તેમણે પોતાની લોગિન ડિટેલ્સ હિરાનંદાની સાથે શેર કરી હતી. પરંતુ ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નો તેમના હતા.
લોક્સભાની એથિક્સ કમિટીની બેઠક અંગે અહેવાલ મુજબ, મહુઆ મોઈત્રાની સાથે અન્ય વિપક્ષી સભ્યોએ પણ અંગત પ્રશ્ર્નોના વિરોધમાં બેઠકનો બહિષ્કાર કર્યો હતો. સમિતિના પ્રશ્ર્નોના વિરોધમાં, મહુઆ સાથે વિપક્ષી સાંસદોએ સામૂહિક વોકઆઉટ કર્યું. વિપક્ષી દળોના સાંસદોએ આ બેઠક કેવી રીતે હાથ ધરવામાં આવી હતી તેના પર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા.
લોક્સભા એથિક્સ કમિટીની બેઠકમાં વિપક્ષી સભ્યોએ પેનલના વડા વિનોદ કુમાર સોનકર પર ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને અંગત, અનૈતિક પ્રશ્ર્નો પૂછવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. સમાચાર અનુસાર, વિપક્ષી સભ્યો અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાના હંગામા પછી પણ લોક્સભાની એથિક્સ કમિટીએ તેની ચર્ચા ચાલુ રાખી. તમને જણાવી દઈએ કે બીજેપી સાંસદ સોનકર ઉત્તર પ્રદેશની કૌશામ્બી લોક્સભા સીટના સાંસદ છે.
વિપક્ષી સાંસદોએ જણાવ્યું હતું કે, પ્રશ્ન અપલોડ કરવા માટે લોગિન વિગતો શેર કરવામાં આવી તેમાં રાષ્ટ્રીય સુરક્ષા જેવો કોઈ મુદ્દો નથી. આ મામલે ભાજપના સાંસદ નિશિકાંત દુબે ખૂબ આક્રમક છે. એટલું જ નહીં, ભાજપે કહ્યું હતું કે લોગિન ડિટેલ્સ શેર કરવી એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમી રહી છે. વિપક્ષી સાંસદોએ પણ મહુઆ મોઇત્રાનું સમર્થન કર્યું અને પૂછ્યું કે જો તેમણે લાંચ અંગે પ્રશ્નો પૂછ્યા છે, તો તે પૈસા ક્યાં છે. “શું તમામ સાંસદો કોઈની મદદ વિના સંસદની વેબસાઇટ પર તેમના પ્રશ્નો અપલોડ કરે છે?