નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસે તેના નાગરિકોના પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા જેમને ૭ ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા અપહરણ અને બંધક બનાવાયા હતા. હમાસ આતંકવાદીઓ ગાઝા પટ્ટીથી ઇઝરાયેલમાં પ્રવેશ્યા બાદ ૨૦૦ થી વધુ નિર્દોષ નાગરિકોનું અપહરણ કર્યું હતું. નાના બાળકો અને વૃદ્ધઓ અને મહિલાઓ સહીત ૩,૦૦૦ થી વધુ સ્ત્રીઓ, બાળકો અને પુરુષો હામાસના આ હુમલામાં ઘાયલ થયા, અનેક મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેમની હત્યા કરવામાં આવી હતી. અને તેમના પ્રિયજનોથી નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસે ભારતીય પત્રકારો માટે એક ટેલિવિઝન સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, જેમાં ૭ ઓક્ટોબરના હુમલાના ભયાનક અને રુંવાટા ખાડા કરતા વીડિયો દર્શાવવામાં આવ્યા હતા.
એક ફૂટેજમાં, એક આતંકવાદી કથિત રીતે તેના માતાપિતા સાથે વાત કટ જોઈ શકાય છે, જે તેમને કહી રહ્યો છે કે, વોટ્સએપ ખોલો અને જુઓ કે કેટલા લોકો માર્યા ગયા છે, તેણે વારંવાર તેના માતા-પિતાને મોકલેલા ચિત્રો અથવા વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો. તેણે હુમલાના ફોટો અને વીડિયો સંદેશાઓ ઘરે મોકલ્યા હતા. તે કહી રહ્યો હતો કે, તમારા પુત્રએ ઘણા યહૂદીઓને મારી નાખ્યા છે. માતા, તમારો પુત્ર એક હીરો છે.
હમાસની નિર્દયતાને દર્શાવતા કેટલાક સ્પષ્ટ વીડિયોમાં આતંકવાદીઓ એક કૂતરાને ઘણી વખત ગોળીબાર કરતા બતાવે છે જે તેમના માર્ગમાં આવી ગયો હતો. હમાસના આતંકવાદીઓ ગોળીબાર કરે છે, ઘરોને નિશાન બનાવે છે અને એમ્બ્યુલન્સના ટાયર પર પણ ગોળીબાર કરે છે.