સુરતના વેપારીના સગીર પુત્રની યુપીમાં હત્યા, ટ્યુશન શિક્ષિકાના પ્રેમીએ ખેલ્યો ખૂની ખેલ

સુરત: શહેરના ઇન્ડિયા માર્કેટમાં માં શીતલા એજન્સીના નામે પેઢી ધરાવતાં મનીષ કાનોડીયાના 16 વર્ષના સગીર પુત્રનું અપહરણ બાદ કાનપુરમાં હત્યા થઇ છે. અપહરણની રાત્રે જ તેમના ઘરે એક ચિઠ્ઠી આવી હતી જેમાં પુત્ર કૃશાગને છોડવા માટે 30 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ સાથે તેમા ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરતી વાતો પણ લખવામાં આવી હતી. પોલીસે આ સગીરની ટ્યુશન શિક્ષિકા અને તેના પ્રેમી સહિત ત્રણની ધરપકડ કરી છે. આ છોકરાને તેની ટીચર અને પ્રેમીએ જ મારી નાંખ્યાની વાત સામે આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોમવારે સાંજે મનીષ કનોડિયાનો 16 વર્ષનો પુત્ર કુશાગ્ર કાનપુરમાં મોપેડ લઇને ટ્યુશન જવા નીકળ્યો હતો. ધોરણ 10માં ભણતો ક્રુશાગ રચિતા નામની ટ્યુશન ટીચર પાસે ભણવા જતો હતો. રચિતાના પ્રેમી પ્રભાત શુક્લા અને તેના મિત્ર આર્યન ઉર્ફે અંકિતે કુશાગ્રનું પહેલાં અપહરણ કર્યું હતુ. જા બાદ તેની હત્યા કરી નાંખી હતી.

પ્રભાત શુક્લા કુશાગ્રને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની હત્યા કરી હતી. સીસીટીવી કેમેરા પરથી પોલીસને તમામ પુરાવા મળી ગયા છે. કુશાગ્રની હત્યા કર્યા પછી આ અપહરણનો કેસ લાગે તે માટે કુશાગ્રના ઘરે એક ચિઠ્ઠી મોકલી હતી. આ ચિઠ્ઠીમાં 30 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. પત્રમાં લખ્યું હતું કે, ‘તમારા પુત્રને જીવતો ઈચ્છતા હોવ તો 30 લાખ રૂપિયા આપી દો. રૂપિયા ક્યાં મોકલવાના છે તે તમને ફોન પર જણાવીશું.’

આ ચિઠ્ઠી વાંચીને કુશાગ્રનો પરિવારને ઘણો જ આઘાત લાગ્યો હતો. આ પરિવારે આ રૂપિયાની વ્યવસ્થા કરવાનું વિચારી પણ રહ્યા હતા. પરંતુ ટીચરના પ્રેમીએ કુશાગ્રને પહેલા જ મારી નાંખ્યો હતો. જેથી પરિવારને રૂપિયા આપી દે તો પણ તેમનો પુત્ર જીવતો મળવાનો ન હતો. આ હત્યા પાછળ અનેક કારણો શંકાસ્પદ લાગી રહ્યા છે. કુશાગ્રનું પિતા સહિત પરિવાર ધનાઢ્ય હોવાને કારણે તેના ટિચર રચિતા અને તેના પ્રેમી પ્રભાત શુક્લાએ રૂપિયા મેળવવા માટે પડાવવા માટે તેનું અપહરણ કરવામાં આવ્યું હતુ. બીજી શંકા એવી પણ છે કે, પ્રભાત શુક્લાને એવી શંકા હતી કે તેની પ્રેમિકા રચિતાને કુશાગ્ર સાથે સંબંધ છે. તેથી તેણે અપહરણ અને ખંડણીનું કાવતરું રચ્યું હતું.

પ્રભાત શુકલાએ આ સગીરની હત્યા પછી તેનો મૃતદેહ પોતાના ઘરમાં જ છુપાવી દીધું હતું. આ તમામ માહિતી સીસીટીવી ફૂટેજમાંથી સામે આવી હતી.