મુંબઇ, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ ટીવીના ફેવરિટ કપલ્સમાંથી એક છે. હાલમાં આ બંને બિગ બોસમાં પોતાની રમતથી દર્શકોનું દિલ જીતી રહ્યા છે. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે સાંભળીને ચાહકો પણ ચોંકી જશે.
બિગ બોસ ૧૭માં ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ સ્પર્ધક તરીકે આવ્યા છે.શોમાં ક્યારેક બંને વચ્ચે પ્રેમ જોવા મળે છે તો ક્યારેક સંઘર્ષ પણ થાય છે. બંને હંમેશા એકબીજાને સપોર્ટ કરે છે. પરંતુ હવે એવું લાગે છે કે બિગ બોસ તેમના સંબંધોની મોટી ક્સોટી કરવા જઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યાનો એક્સ બોયફ્રેન્ડ રાહુલ પાંડે શોમાં એન્ટ્રી કરી શકે છે. રાહુલ કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે.
ટેલિચક્કરના રિપોર્ટ અનુસાર, રાહુલ વાઇલ્ડ કાર્ટ કન્ટેસ્ટન્ટ તરીકે શોમાં આવી શકે છે. જોકે, ચેનલ કે રાહુલ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી મળી નથી. પરંતુ આ સમાચાર સાંભળીને બંને સ્ટાર્સના ફેન્સ પરેશાન છે. તેઓ નથી ઈચ્છતા કે રાહુલના કારણે તેમના સંબંધોમાં તિરાડ પડે. કેટલાક દર્શકો એ જોવા માંગે છે કે રાહુલના આગમન પછી તેમના સંબંધોમાં શું થાય છે.
તમને જણાવી દઈએ કે રાહુલ વિશે થોડા દિવસો પહેલા તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અને ઐશ્વર્યા ૬ વર્ષથી રિલેશનશિપમાં છે. બંને કોલેજના સમયથી સાથે હતા.
રાહુલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઐશ્વર્યા ના લગ્ન વિશે જાણીને ચોંકી ગયો હતો. તે સમયે તેને લાગ્યું કે બધું સમાપ્ત થઈ ગયું છે. તે ડિપ્રેશનમાં ગયો. તેણે એમ પણ કહ્યું હતું કે, લગ્નના એક વર્ષ પહેલા ઐશ્વર્યાએ મને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે હું કેવી છું અને શું કરી રહી છું. હું સમજી ગયો કે ઐશ્વર્યા ને સમયની જરૂર છે. પરંતુ પછી મને મોટો આંચકો લાગ્યો જ્યારે મને ખબર પડી કે તેણી આગળ વધી ગઈ છે. મને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. જોકે મને તેમના માટે ખરાબ નથી લાગતું. હું એ પ્રકારનો પ્રેમી નથી રહ્યો.
ઐશ્વર્યા અને નીલનાં પ્રેમની શરૂઆત શો ગુમ હૈ ક્સિી કે પ્યારમાંથી થઇ હતી. બંને આ શોમાં સાથે કામ કરી રહ્યા હતા. બંનેની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. નીલ અને ઐશ્વર્યાએ વર્ષ ૨૦૨૧માં લગ્ન કર્યા હતા.