દક્ષિણની અભિનેત્રી રંજુષા મેનને ઘરમાં લટક્તીને આત્મહત્યા કરી

મુંબઇ, દક્ષિણની અભિનેત્રી રંજુષા મેનને આત્મહત્યા કરી લીધી છે. જો કે આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અભિનેત્રીની નજીકના લોકો આ સમાચારથી ખૂબ જ દુખી છે. રંજુષાએ ઘણી ફિલ્મોમાં સાઈડ રોલ કર્યા હતા. તે ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી હતી.

તેની લાશ તેના જ ઘરમાં લટક્તી હાલતમાં મળી આવી હતી.જો કે આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, અભિનેત્રીના નજીકના લોકો આ સમાચારથી ખૂબ જ ચોંકી ગયા છે.

રંજુષા મેનન ૩૫ વર્ષની હતી. જો કે અભિનેત્રીનું ૩૦ ઓક્ટોબરની સવારે મૃત્યુ થયું હતું, પરંતુ હવે વિગતો સામે આવી છે. રંજુષાનો મૃતદેહ તિરુવનંતપુરમના શ્રીકરીયાતમાં તેના ઘરમાં લટક્તો મળી આવ્યો હતો. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી શ્રીકરીયાત સ્થિત તેમના ઘરમાં પતિ અને બાળકો સાથે લટક્તી હાલતમાં મળી આવી હતી. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી તેના પતિ અને બાળકો સાથે શ્રીકરીયાતમાં ભાડે રહેતી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ હાલ મોતનું કારણ શોધવામાં વ્યસ્ત છે.

રંજુષા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ હતી. તેના મૃત્યુના થોડા સમય પહેલા, રંજુષાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફની રીલ પોસ્ટ કરી હતી. તે અવારનવાર તેના સહ કલાકારો સાથે વીડિયો બનાવતી હતી. રંજુષાએ ૨૯ ઓક્ટોબરે એક રીલ પણ શેર કરી હતી. ત્યારથી બીજા દિવસે સવાર સુધી શું થયું, જેના પછી અભિનેત્રીએ આ પગલું ભર્યું અને ફાંસી લગાવી લીધી. આ મામલો હજુ પણ રહસ્ય જ છે.