દાહોદના મોટી ખરજ ગામે ફોરવ્હીલ માંથી 73 હજારના ઈંગ્લીશ દારૂ સાથે ચાલક ઝડપ્યો

દાહોદ,દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે બળીયા દેવના મંદીર પાસે દાહોદ જતા રોડ પર ગતમોડી રાતે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન દાહોદ તાલુકા પોલીસે રૂા.73 હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે રૂા.10 લાખની કિંમતની ફોરવ્હીલ ગાડી પકડી પાડી રૂપિયા 5000નો મોબાઈલ ફોન મળી રૂા.10,78,920ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પી.એસ.આઈ પરમાર પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે વખતે મોટી ખરજ ગામે બળીયા દેવના મંદિર પાસેથી દાહોદ જતાં રોડ પર ગ્રે કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો નીયો ફોર વ્હીલ ગાડી ત્યાંથી પુરપાટ નીકળી જતાં પોલીસને શંકા પડતાં પોલીસે તે ગાડીનો ફીલ્મી ઢબે પીછો કરી પકડી પાડી અને ગાડીની તલાસી લઈ ગાડીમાં રૂા. 73,920ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-12માં અલગ અલગ બોટલ નંગ-576 પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા.10 લાખની કિંમતની ફોરવ્હીલ ગાડી તથા રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 10, 78,920ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના બાવડી ગામના ગાડીના ચાલક પ્રકાશભાઈ લાલસીંગભાઈ ભાભોરની અટક કરી અત્રેની કચેરીએ લાવી પુછપરછ કરતા તેને સદર પ્રોહી મુદ્દામાલ મોટી ખરજ ગામના માળ ફળિયાના કલ્પેશભાઈ નારસીંગભાઈ મોહનીયા તથા રળીયાતી ગામના સાંસીવાડમાં રહેતા અતિષભાઈ લખનભાઈ સાંસીએ મંગાવ્યો હોવાનું જણાવતાં તાલુકા પોલીસે આ મામલે ગાડીના ચાલક તેમજ સદર દારૂ મંગાવનારા બે જણા મળી કુલ ત્રણ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.