જીલ્લા પંચાયત પ્રમુખના હસ્તે 15 માં નાણા પંચ માંથી 79.54 લાખના ખર્ચે વિવિધ સાધનોના વિતરણ

દાહોદ, જીલ્લા પંચાયત દાહોદ ખાતે 15માં નાણાપંચ અંતર્ગત જીલ્લા કક્ષાની 10% ગ્રાન્ટ વર્ષ 2022-23 માંથી જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિત જીલ્લા પંચાયત ના સભ્યો દ્વારા વિવિધ સાધનનું જીલ્લા પંચાયત દાહોદ ખાતેથી વિતરણ કરવામાં આવ્યું.

દાહોદ, લીમખેડા, ફતેપુરા, ઝાલોદ તાલુકાના જુદા જુદા કુલ 12 ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 61.80 લાખના ખર્ચે કુલ 12 નંગ ટ્રેક્ટર નું વિતરણ કરવામાં આવ્યું.

ઝાલોદ અને ધાનપુર તાલુકાના જુદા જુદા 2 ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 10.30 લાખના ખર્ચે 2 નંગ છોટા હાથી ટેમ્પોનું વિતરણ કરવામાં આવ્યું. ગરબાડા ઝાલોદ અને ધાનપુર તાલુકાના જુદા જુદા કુલ 3 ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 7.44 લાખના ખર્ચે કુલ-3 ઈ- રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું. 15મુ નાણાપંચ જીલ્લા કક્ષા 10% ગ્રાન્ટ વર્ષ 2022-23 માંથી 79.54 લાખના ખર્ચે કુલ17 જેટલા વાહનોનું જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તથા જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા જીલ્લા પંચાયતના સદસ્યોઓની હાજરીમાં જીલ્લા પંચાયતના કમ્પાઉન્ડ માંથી લીલી ઝંડી આપી વાહનોનું વિતરણ કરવામાં આવ્યું.