દાહોદ,દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
જે અંતર્ગત દાહોદ તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ કર્મચારીઓ. દ્વારા દસ્તાવેજોની ફાઇલો તથા વિવિધ શાખાના કર્મચારીઓએ દિવાળીના તહેવાર પહેલાં કચેરીને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. દાહોદ તાલુકા પંચાયતમાં રેકર્ડ વર્ગીકૃત કરી સફાઈ અભિયાનને વધારે વેગ મળે એ પ્રયાસ કરવામાં આવે છે.