બોલીવુડ સ્ટાર રણબીર કપૂરની મોટી બહેન રિદ્ધિમા કપૂર એક્ટિંગમાં ડેબ્યૂ કરશે

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની પણ હવે બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. જોકે રિદ્ધિમાં કેટલીક એડ માં કામ કરી ચૂકી છે. પરંતુ હવે તે શોમાં જોવા મળશે. 43 વર્ષીય રિદ્ધિમા એન્ટરટેનમેન્ટની દુનિયામાં આગળ વધી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફિક્સના રિયાલિટી શો ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂર જોવા મળશે. જોકે રિદ્ધિમા, નેટફિક્સ કે કરણ જોહર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. 

બોલીવુડની ગલીઓમાં ચર્ચાઓ થઈ રહી છે કે તો ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂર સાહની મુખ્ય ભૂમિકામાં હશે. રિદ્ધિમા બોલીવુડ સ્ટાર રણબીર કપૂરની મોટી બહેન છે. ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા અત્યાર સુધી એક્ટિંગથી દૂર રહી છે. તે જ્વેલરી ડિઝાઇનર છે. કપૂર ફેમિલીમાં એક નિયમ હતો કે પરિવારની પુત્રવધુ અને દીકરીઓ ફિલ્મી પડદે કામ નહીં કરે. જોકે કરિશ્મા અને કરીના કપૂર એ કપૂર પરિવારની આ પરંપરાને બદલી છે. ત્યારે હવે 43 વર્ષમાં કપૂર પણ એક્ટિંગની દુનિયામાં આગળ વધી રહી છે.

ચર્ચાઓ એવી છે કે ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂરની સાથે દિલ્હીના તેની પાર્ટી સર્કલની તેની ફ્રેન્ડ કલ્યાણી શાહ ચાવલા અને શાલિની પાસી પણ શોમાં જોડાશે. જણાવી દઈએ કે આ શોની પહેલી બે સીઝન ફ્લોપ સાબિત થઈ હતી. તેથી જ શોની ક્રિએટિવ ટીમે ત્રીજી સિઝન માટે નવા ચહેરા રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.