નવીદિલ્હી, દેશના મોટા ભાગના વિસ્તારોમાં નવેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ ગરમી પડશે. બીજી તરફ અલ નીનો કન્ડિશનને કારણે નૉર્થ-વેસ્ટ અને વેસ્ટ સેન્ટ્રલ રીજનમાં વરસાદ પડવાની શક્યતા છે. ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)ના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે નવેમ્બર મહિનામાં દેશમાં વરસાદ સરેરાશના ૭૭થી ૧૨૩ ટકા સુધીનો રહેશે.
પૅસિફિક મહાસાગર અને ભારતીય મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ પ્રવર્તી રહી છે, જેની અસર આ સીઝનમાં રહેશે. જોકે આગામી મહિનામાં એ નબળું પડી જશે. આગામી ચોમાસાની સીઝન સુધી અલ નીનોની સ્થિતિ સરખી નહીં રહે. અલ નીનોમાં સાઉથ અમેરિકા નજીક પૅસિફિક મહાસાગરમાં સમુદ્રનું પાણી ગરમ થાય તો ભારતમાં ચોમાસું નબળું રહે છે તેમ જ પરિસ્થિતિ સુસ્ત રહે છે. વળી હિન્દ મહાસાગરના પશ્ર્ચિમ ભાગના આફ્રિકા અને પૂર્વ ભાગના ઇન્ડોનેશિયાના પાણીના ઉપરના સ્તરના તાપમાનમાં જો ફેરબદલ હોય તો આ ઘટનાને ઇન્ડિયન ઓશન ડિપોલ તરીકે ઓળખવામાં આવે છે. આ બન્ને સ્થિતિ હાલ છે. તેથી નવેમ્બર મહિનો ગરમ રહે એવી શક્યતા છે.