અમૃતસર, ભારતમાં દુબઈથી દાણચોરી કરી લાવવામાંમાં આવેલા સોનાને ઝડપી પાડવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે ૨ દિવસમાં દોઢ કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. બંને કેસમાં પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ કસ્ટમ એક્ટ ૧૯૬૨ હેઠળ કાર્યવાહી હાથ કરી છે. આ કેસોમાં દાણચોરોએ કસ્ટમ વિભાગને ચકમો આપવા સોનાની પેસ્ટ બનાવીને સોનાની દાણચોરી કરી હતી.
પહેલો કેસ ૨૯ ઓક્ટોબરે સામે આવ્યો હતો. કસ્ટમ વિભાગે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૯૦૫.૪ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. સોમવારે ૩૦ ઓક્ટોબરે અમૃતસર કસ્ટમ્સ દ્વારા વધુ એક કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં કસ્ટમ વિભાગે અમૃતસર એરપોર્ટ પરથી ૫૯૩ ગ્રામ સોનાની દાણચોરી અટકાવી હતી. આ બંને કેસમાં આરોપીઓ દુબઈથી લાઈટ દ્વારા અમૃતસર પહોંચ્યા હતા.
આ બંને કિસ્સામાં સોનાની પેસ્ટ બનાવીને શરીરમાં છુપાવીને લાવવામાં આવી હતી પરંતુ કસ્ટમ વિભાગે સત્વરે ચેકિંગ હાથ ધરતાં સોનાની દાણચોરી પકડવામાં સફળતા મળી હતી.
કસ્ટમ વિભાગે જણાવ્યું હતું કે પોલીસ આ કેસમાં સોનાની દાણચોરી કરતી ગેંગ સામે આગળની કાર્યવાહી કરી રહી છે. બે દિવસમાં જપ્ત કરાયેલા સોનાની કુલ કિંમત ૯૧.૯૨ લાખ રૂપિયા છે.જ્યારે ૨૯ ઓક્ટોબરે કસ્ટમ વિભાગે રૂ. ૫૫.૪૨ લાખનું સોનું જપ્ત કર્યું હતું, આજે સોમવારે કસ્ટમ વિભાગે રૂ. ૩૬.૫ લાખનું સોનું જપ્ત કર્યું હતું.
ભારત કરતા દુબઈમાં સોનુ ખુબ સસ્તું મળી રહ્યું છે. ૧૦ ગ્રામ સોનાના ભાવ ઉપર નજર કરીએતો દુબઈમાં ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનુ ૨,૪૧૭.૫૦ છઈડ્ઢ અથવા ૫૪,૬૫૯.૦૦ રૂપિયા જયારે ભારતમાં ૬૧,૧૧૨ રૂપિયાના ભાવે આજે મળી રહ્યું છે. સત્તાવાર આંકડા અનુસાર દુબઈમાં ભારત કરતા ૬૪૫૦ રૂપિયા સસ્તું સોનુ વેચાય છે. વાયદાબજારમાં ૩૧ ઓક્ટોબરનો રાતે ૧૧.૧૪ વાગ્યાનો ભાવ ૬૦૯૨૮.૦૦ રૂપિયા હતો જે ૩૫૨.૦૦ રૂપિયા અથવા ૦.૫૭%નો ઘટાડો દર્શાવે છે.
૨૪ કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે. શુદ્ધ સોનું અથવા ૨૪ કેરેટ સોનું ૯૯.૯ ટકા શુદ્ધતા દર્શાવે છે અને તેમાં મિશ્રિત અન્ય ધાતુઓ હોતી નથી. સોનાના સિક્કા અને બાર બનાવવા માટે ૨૪ કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. સોના માટે અન્ય વિવિધ શુદ્ધતા છે અને તે ૨૪ કેરેટની સરખામણીમાં માપવામાં આવે છે.