- મનોજ જરાંગેને અનિશ્ચિતકાળ માટેના અનશનનો અંત લાવી દેવા કહેવાયું છે.
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે સતત દેખાવો થઈ રહ્યા છે. નાંદેડ જિલ્લાના પોલીસ સુપ્રીન્ટેડન્ટ શ્રીકૃષ્ણ કોકાટે મરાઠા અનામતની માગ કરતા આંદોલનકારીઓ દ્વારા કરાયેલા પથ્થરમારા દરમિયાન ઘવાયા હતા. તેની માહિતી એક અધિકારીએ આપી હતી. મરાઠા અનામત અંગે સર્વપક્ષીય બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવ બાદ કાર્યકર મનોજ જરાંગેને અનિશ્ચિતકાળ માટેના અનશનનો અંત લાવી દેવા કહેવાયું છે. આ મામલે હવે સીએમ શિંદેનું નિવેદન સામે આવ્યું છે.
સર્વપક્ષીય બેઠક અંગે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા અનામત અંગે ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અનામત આપવા માટે થોડાક સમયની જરુર છે. મરાઠા સમાજ સમાજને અનામત આપવી એ મહત્ત્વનો મુદ્દો છે. મરાઠા અનામત અંગે તમામ પક્ષો સહમત છે અને તેના માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે પણ બધાએ આ મામલે થોડીક સમજ દાખવવી પડશે.
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આજે સવારે મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના અજિત પવાર (Ajit Pawar NCP) જૂથના મંત્રી હસન મુશ્રીફની કાફલામાં સામેલ કાર પર હુમલો કરાયાની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ હુમલો આંદોલનકારીઓ દ્વારા જ કરાયો હોવાની માહિતી હતી.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકો આપઘાત કરી ચૂક્યા છે. આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માગ સાથે જ સંકળાયેલી છે. ગઈકાલે વધુ 9 લોકે મરાઠા અનામતની માગ સાથે જીવન ટૂંકાવ્યું હતું. 19થી 31 ઓક્ટોબર વચ્ચે એટલે કે માત્ર 13 દિવસમાં આ સમુદાયના કુલ 26 લોકો જીવન ટૂંકાવી ચૂક્યા છે.
મરાઠા આરક્ષણ પર સર્વપક્ષીય બેઠક પછી, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું, …હું મનોજ જરાંગે પાટીલને સરકારના પ્રયાસોમાં વિશ્વાસ રાખવા વિનંતી કરું છું… આ વિરોધ એક નવી દિશા લેવાનું શરૂ કર્યું છે… સામાન્ય લોકો અસુરક્ષિત ન અનુભવવું જોઈએ. હું દરેકને શાંતિ જાળવવા અને રાજ્ય સરકારને સહકાર આપવા વિનંતી કરું છું… કોઈપણ ભોગે અનામતની તાત્કાલિક જોગવાઈ અને સરકારી આદેશો જારી કરવાની માંગ વચ્ચે, સીએમ શિંદેએ કહ્યું, આ માટે સમય આપવો જોઈએ; તમામ નેતાઓએ આ નિર્ણય લીધો છે. ધરણા અને ઉપવાસને કારણે જે પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની રહી છે, દરેકે વ્યક્ત કરી છે. તેમના પ્રત્યે નારાજગી… ત્રણ નિવૃત્ત ન્યાયાધીશોની સમિતિ બનાવવામાં આવી છે… પછાત વર્ગ આયોગ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. મરાઠા સમુદાયને ન્યાય આપવા માટે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે… સરકારને સમયની જરૂર છે. તેમણે કહ્યું કે, મરાઠા સમાજે પણ ધીરજ જાળવી રાખવાની જરૂર છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે મીટિંગમાં હાજર તમામ નેતાઓ સંમત થયા હતા કે મરાઠા સમુદાયને આરક્ષણ મળવું જોઈએ… એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આરક્ષણ કાયદાના દાયરામાં હોવું જોઈએ અને અન્ય સમુદાયોને અન્યાય ન થાય.
નોંધનીય છે કે મરાઠા આરક્ષણ મુદ્દે સીએમ શિંદેની સર્વપક્ષીય બેઠકમાં કુલ ૩૨ નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં સામેલ તમામ નેતાઓએ મરાઠા આરક્ષણ આપવા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તમામ નેતાઓએ કહ્યું કે તેઓ સરકારના પ્રયાસોમાં તેમની સાથે છે.
એક તરફ સરકાર અનામતને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહી છે તો બીજી તરફ ધારાસભ્યો પણ સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિશેષ વિધાનસભા સત્રની માંગણી સાથે બુધવારે મંત્રાલયમાં ધારાસભ્યોનું એક જૂથ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આજે સવારે મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના અજિત પવાર જૂથના મંત્રી હસન મુશ્રીફની કાફલામાં સામેલ કાર પર હુમલો કરાયાની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ હુમલો આંદોલનકારીઓ દ્વારા જ કરાયો હોવાની માહિતી હતી. કેટલાક જીલ્લામાં કરફયુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૨૬ લોકો આપઘાત કરી ચૂક્યા છે. આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માગ સાથે જ સંકળાયેલી છે. ગઈકાલે વધુ ૯ લોકે મરાઠા અનામતની માગ સાથે જીવન ટૂંકાવ્યું હતું. ૧૯થી ૩૧ ઓક્ટોબર વચ્ચે એટલે કે માત્ર ૧૩ દિવસમાં આ સમુદાયના કુલ ૨૬ લોકો જીવન ટૂંકાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે સામાજિક કાર્યર્ક્તા મનોજ જરાંગે મરાઠા આરક્ષણની માંગને લઈને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. શિંદે સરકારનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયના પ્રકાશમાં સરકાર અનામત આપવાના રસ્તાઓ શોધી રહી છે. તમને જણાવી દઈએ કે દેશની સૌથી મોટી કોર્ટે અનામતને લઈને ઉચ્ચ મર્યાદા નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલામાં અરજીઓ ફગાવી દીધી છે.