કાલોલ, કાલોલ બસ સ્ટેન્ડ ખાતે ત્રણ આરોપી ઈસમોએ ફરિયાદીછને પાવાગઢ વાળા કેશમાં નિકાલ કેમ કરતા નથી. તેમ કહી ગાળો આપી ઉશ્કેરાઈ જઈ પાઈપ અને દંડા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ બસ સ્ટેન્ડ ખાતે હરવિંદદિપ માનસિંધ ટાંક (રહે. જાંબુડી, ગામ-હાલોલ)ને ભુરાસિંધ દુધાણી, સમસેરસિંધ દુધાણીએ પાવાગઢ વાળા કેશમાં નિકાલ કેમ કરતા નથી. તેમ કહી ગાળો આપતા હોય અને ઉશ્કેરાઈ જઈ દંડા એન પાઈપ વડે મારમારતાં હરવિદદિપસિંહ બસમાંં ચડી જતાં બસ માંથી નીચે ઉતારી અગાઉના ઝગડાની અદાવતે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ.