કાલોલ, કાલોલ તાલુકાના સાગાના મુવાડા ગામે રહેતા ઈસમોએ તું મારી બહેન સાથે ફોન ઉપર વાત કરે છે. સંબંધે રાખે છે. તેમ કહેતા તેનો ફોન આવે છે તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈ મારમારી તેમજ છોડાવવા પડેલ સાહેદને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના સાગાના મુવાડા ગામે રહેતા રાકેશભાઈને આરોપી ઈસમો વનરાજસિંહ ગોહિલ અને રાજેન્દ્રસિંહ સોલંકીએ આવી તું મારી બહેનને ફોન કરે છે. તેનું લગ્ન થયેલ છે. તેમ છતાં સંબંધો રાખે છે. તેમ કહેતા રાકેશભાઈ હું ફોન નથી કરતો તેનો ફોન આવે છે. તેમ કહેતા ઉશ્કેરાઈ જઈ લાકડા વડે મારતાં ઇજાઓ થવા પામી હતી. જ્યારે વચ્ચે છોડાવવા પડેલ મહેશભાઈને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.