દાહોદ, ગાંધીજીની ‘સ્વચ્છ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાર્બેજ ફ્રી ઈન્ડીયાનો મંત્ર આપ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને, આગામી વધુ બે મહિના સુધી એટલે કે 16 ડિસેમ્બર-2023 સુધી લંબાવવામાં આવ્યુ છે.
દાહોદ જીલ્લામાં સ્વચ્છતા હિ સેવા 2023 અંતર્ગત દરેક તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છતા પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે દાહોદ જીલ્લાના માહીર પ્રદીપભાઈ પંચાલ સ્વચ્છતાની કવિતા દ્વારા દરેક લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કરી રહ્યા છે.
માહીર પ્રદીપકુમાર પંચાલ પોતાની કવિતામાં જણાવે છે કે, આવો બધા સાથે મળી સાફ સફાઈ કરીએ કાગળ કચરો જ્યાં ત્યાં નાં ફેંકીએ અને જ્યાં ત્યાં નાં થૂકી શહેરમાં સ્વચ્છતા જાળવી રાખીએ. સાફ સફાઈ દરેક વ્યક્તિને ગમે છે. જેનાથી સ્વાસ્થયને નુકસાન થતું નથી અને શહેર પણ સુંદર રહે છે. માટે દરેક લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પોતાનું યોગદાન આપીએ.