જાસુસીકાંડના તાર ગુજરાતના ગોધરા સુધી : આંધ્રપ્રદેશ નેવી ઓફિસરોની જાસુસી મામલે ગોધરાના એક આરોપીની ધરપકડ

  • આંધ્રપ્રદેશ નેવી ઓફિસરોની જાસૂસી મામલે ગોધરાના એક આરોપીને કાઉન્ટર ઈન્ટેલીજન્સ ટીમે ધરપકડ કરી
  • અલ્તાફ હુસેન હારૂન ધાંચીભાઈને કોર્ટમાં ટ્રાન્જીસ્ટર રિમાન્ડ માટે રજુ કરતા ટ્રાન્જીસ્ટર રિમાન્ડ મંજુર.
  • ધરપકડ કરાયેલા આરોપીને હૈદરાબાદ ખાતે લઈ જવાશે.
  • કાઉન્ટર ઈન્ટેલીજન્સ સેલ દ્વારા ૧૦ જેટલા ઈસમોની પુછપરછ ચાલુ

ગોધરા,
આંધ્રપ્રદેશ રાજ્યના નેવી ઓફિસરની જાસૂસી મામલાની તપાસ માટે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલીજન્સ સેલની ટીમ ગોધરા ખાતે પહોંચી હતી અને સ્થાનિક એલ.સી.બી. અને એસ.ઓ.જી.પોલીસ સાથે રાખીને પશ્ર્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને મોહમંદી મહોલ્લા વિસ્તારમાં રહેતા અલ્તાફ હુસેન હારૂન ધાંચીભાઈને ઝડપી પાડયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપીના ટ્રાન્જીસ્ટર રીમાન્ડ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે ટ્રાન્જીસ્ટર રિમાન્ડ મંજુર કરવામાં આવતાં આરોપીને હૈદરાબાદ ખાતે લઈ જવામાં આવશે સાથે કાઉન્ટર ઈન્ટેલીજન્સ સેલ દ્વારા ૧૦ ઉપરાંત ઈસમોની પુછપરછ કરવામાં આવી રહી છે.

આંધ્રપ્રદેશ ખાતે નેવીના ઓફિસરોની જાસૂસી તપાસ મામલે નોંધાયેલ ફરિયાદના આધારે આંધ્ર્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલીજન્સ સેલની ટીમ ગોધરા પહોંચી હતી. આંધ્રપ્રદેશ નેવી ઓફિસરોની જાસૂસી પ્રકરણના તાર ગોધરા સુધી લંબાતા ગોધરા પહોંચેલ કાઉન્ટર ઈન્ટેલીજન્સ ટીમે સ્થાનિકએલ.સી.બી. અને એસ.ઓ.જી.પોલીસ સાથે રાખી ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના છ જેટલા અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાત્રે છાપો મારીને સર્ચ સીજરની કાર્યવાહી કરવામાં આવી હતી અને શંકાસ્પદ વ્યકિતઓને મોબાઇલ અને સીમકાર્ડ જેવા ગેઝેટના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. શંકાસ્પદ રીતે ઝડપાયેલ વ્યકિતઓની ગુપ્ત સ્થાને પુછપરછ હાથ ધરવામાં આવી હતી અને પુછપરછ બાદ સોમવારના રોજ ગોધરાના મહોમંદી મહોલ્લા ખાતે રહેતા અલ્તાફ હુસેન હારૂન ધાંચીભાઈ ઉર્ફે શકીલ ધાંચીભાઈની અંાધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલીજન્સ સેલ દ્વારા કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી.

ગોધરા ખાતે ઝડપાયેલ આરોપી અલ્તાફ હુસેન હારૂન ધાંચીભાઈ ઉર્ફે શકીલ ધાંચીભાઈને દેશ વિરોધી આતંકવાદી પ્રવૃતિના ભાગરૂપે ભારતની અલગ-અલગ મોબાઈલ કંપનીના સીમકાર્ડ એકટીવ કરીને તેના વોટ્સએપ એકાઉન્ટના ઓ.ટી.પી. પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃતિ કરતાં આકાઓને આપતો હતો અને પાકિસ્તાનથી ભારતના સીમકાર્ડના વોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ કરીને પાકિસ્તાનના આંતકવાદી તત્વો એ ભારતના સુરક્ષા દળોના યુવાનોને હતી. ટ્રેપમાં ફસાવી જાસૂસી કરી તેમજ નોન બેંકીગ હવાલા થી આતંકી પ્રવૃતિ કરીને ગુનો આચર્યો છે.

આંધ્રપ્રદેશ રાજ્યના કાઉન્ટર ઈન્ટેલીજન્સ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપી શકીલ ઉર્ફે અલ્તાફ હુસેન હારૂન ધાંચીભાઈને વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાન ખાતે રોકાયો હતો અને ત્યાં આતંકવાદી પ્રવૃતિ કરતી એજન્સી તેમજ આતંકવાદી તત્વોના સંપર્કમાં આવ્યો હતો. આંધ્રપ્રદેશ રાજ્યના કાઉન્ટર ઈન્ટેલીજન્સ સેલ દ્વારા નેવી ઓફિસરોની જાસૂસીના મામલાના તાર ગોધરા તરફ લંબાતા ગોધરામાં ધામ નાખ્યા હતા અને સ્થાનિક પોલીસને સાથે રાખીને સર્ચ સીજરની કાર્યવાહી કરાઈ હતી અને શંકાસ્પદ વ્યકિતઓને ઝડપી પુછપરછ હાથ ધરતાં અલ્તાફ હુસેના હારૂન ધાંચીભાઈની કાયદેસર ધરપકડ કરી સેશન્સ કોર્ટમાં રજુ કરી ટ્રાન્જીસ્ટર રિમાન્ડની માંગ કરી હતી. સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના ટ્રાન્જીસ્ટર રિમાન્ડ મંજુર કરતાં આરોપીને હૈદરાબાદ ખાતે લઈ જવામાં આવશે.