સંજેલી, રાજપીપળાથી સંજેલી રૂટની એક બસ એસ.ટી.વિભાગ તરફથી શરૂ કરવામાં આવી હતી. કેટલાય સમયથી ચાલતી આ રાજપીપળાથી બસ વડોદરાથી 2.30 કલાકના સમયે બપોરના સમયે ઉપડતી મુસાફરો માટે અનુકુળ હતી. દરરોજ વહેલી સવારે 5.00 વાગ્યે પરત વડોદરા-રાજપીપળા જતી અનુકુળ બસ સારી આવક પણ લાવી રહી હતી. પરંતુ કેટલાય સમયથી આવી બસો બંધ થઈ જતા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. વડોદરા એસ.ટી.તરફથી આ રૂટની બસો શરૂ કરવામાં આવે તો અનેક મુસાફરોને મદદરૂપ બને તેમ છે. ગોધરાથી દરરોજ સાંજે સંજેલી તરફ આવતા જતા મુસાફરો માટે આવી અનુકુળ બસ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી મુસાફરોની માંગ છે. આ બસ બંધ થતાં વિસ્તારના મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.