મહિસાગર જિલ્લામાં ખાઘ પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે તપાસ થવી જરૂરી

લુણાવાડા, મહિસાગર જિલ્લામાં આગામી સમયમાં દિવાળીનો મહાપર્વ હોય જેને લઈ સમગ્ર જિલ્લામાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ મોટા પ્રમાણમાં લોકોએ ખરીદવાની શરૂઆત કરી છે. ત્યારે દિવાળી પુર્વ આસપાસના ગામડાઓમાંથી મોટા પ્રમાણમાં લોકો કરિયાણુ, તેલ-ધી, ખાણી-પીણીની વસ્તુઓની ખરીદી કરશે.ત્યારે આ બાબતે જિલ્લા પુરવઠા અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ બજારમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ ખરીદી શરૂ થઈ હોવા છતાં સુષુપ્ત અવસ્થામાં જોવા મળી રહ્યુ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે નાના-મોટા વેપારીઓ પર સકંજો કસવામાં આવે તો કેટલાક ભેળસેળિયા વેપારીઓ બહાર આવે શકે તેમ છે. ત્યારે લોકોનુ મનવુ એ પણ છે કે,ભેળસેળિયા ખાઘ પદાર્થોની હાલ હાર્ટએટેકનુ પ્રમાણ વઘ્યુ છે જેને લઈ આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ.