મરાઠા અનામત : ૪૮ સાંસદોએ રાજીનામું આપીને એક્તા બતાવવી જોઈએ, ઉદ્ધવ

મુંબઇ, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અનામતને લઈને મરાઠા સમુદાયની બેઠક યોજી હતી. આ બેઠકમાં મરાઠા અનામત અને રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે બંને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં ન હતા. એક નાયબ મુખ્યમંત્રીને ડેન્ગ્યુ હોવાનું જણાવાયું છે. જ્યારે બીજા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં આ મુદ્દો છોડીને અન્ય રાજ્યમાં ભાજપ માટે પ્રચાર કરવા ગયા હતા.

તેઓ રાયપુરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તો તેમના માટે રાજ્ય અને રાજ્યનો પ્રશ્ર્ન કેટલો મહત્વનો છે? શિવસેના ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ ચિંતા વ્યક્ત કરી કે, આ જોવા મળી રહ્યું છે. અનામત માટે દિલ્હીમાં દબાણ જૂથ બનાવવાની જરૂર છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો તેના માટે સમય ન હોય તો મહારાષ્ટ્રના તમામ ૪૮ સાંસદોએ રાજીનામું આપી દેવું જોઈએ.

રાજ્યના કેન્દ્રીય મંત્રીઓએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાજ્યની સ્થિતિ રજૂ કરવી જોઈએ. રાજ્યમાં જાતિવિભાજનની દીવાલો ઉભી કરવામાં આવી છે, તેને તોડવા માટે સંસદમાં કાયદો બનાવીને જ નિર્ણય લઈ શકાય. રાજ્યના તમામ કેન્દ્રીય મંત્રીઓએ કહેવું જોઈએ કે, જો તે સ્વીકારે નહીં તો અમે કેબિનેટમાંથી રાજીનામું આપી દઈએ છીએ. ત્યારપછી જો કોઈ નિર્ણય નહીં લેવાય તો રાજ્યના ૪૮ સાંસદોએ રાજીનામું આપીને મહારાષ્ટ્રમાં એક્તા બતાવવી જોઈએ.

મણિપુર સળગી રહ્યું છે, મહારાષ્ટ્ર સળગી રહ્યું છે, નરેન્દ્ર મોદી ભાષણ કરીને ચાલ્યા ગયા. તેમને કોઈ વાંધો નથી. આ કારણે હવે રાજ્યના તમામ મંત્રીઓ ગોયલ, ગડકરી, દાનવે, ભારતી પવાર, કપિલ પાટીલ, ભાગવત કરાડે દિલ્હીની કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ઉઠાવવો જોઈએ. અન્યથા તેમણે રાજીનામું આપવું જોઈએ.