જૂનાગઢ, ગિરનાર પર ગંદકીને લઈ પિટિશનના કેસમાં હાઈકોર્ટની કોર્ટ કમિશન ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં ગિરનાર પર થતી ગંદકીને લઈ તપાસ શરૂ થઇ છે. ત્યારે જિ.કલેક્ટર સહિતનો વહીવટી તંત્રનો સ્ટાફ હાજર રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગિરનારની સીડીઓ પર ડસ્ટબિન મૂકવામાં આવી છે. તથા ગિરનાર ઉપર પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તેમજ માત્ર પાણીની બોટલ લઈ જવાની મંજૂરી છે. ત્યારે નિરીક્ષણ બાદ રિપોર્ટ તૈયાર કરાશે. ગિરનાર ઉપર ગંદકીના મુદ્દાને લઈને આજે હાઇકોર્ટ દ્વારા કોર્ટે કમિશન કમિટીએ ગિરનાર ઉપર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ગિરનાર ઉપર થતી ગંદકીને લઈને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને આ પિટિશનને લઈને હાઇકોર્ટ દ્વારા કોર્ટ કમિશન કમિટીની રચના કરવામાં આવી હતી. આ રચનાના ભાગરૂપે આજે જુનાગઢ ગિરનાર ઉપર કમિટીના સભ્યો દ્વારા તપાસ કરવામાં આવી હતી.
કમિટીના સભ્ય દેવાંગી સોલંકીએ જે અરજદારની અરજી હતી તેને લઈને ચેકિંગ કર્યું હતું. અંબાજી મંદિર તેમજ ગૌરક્ષકનાથ શિખર અને દત્ત શિખર સુધીની મુલાકાત લીધી હતી અને આ કમિટીના સભ્યો દ્વારા તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે જુનાગઢ વહીવટી તંત્ર પણ આ ઇન્સ્પેક્શનમાં જોડાયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર જુનાગઢના એસડીએમ સહિતનો સ્ટાફ ગિરનાર ઉપર જઈ અને જે કામગીરી કરી છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ અંગે જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા વહીવટી તંત્રની કામગીરી શું કરવામાં આવી છે તે અંગે માહિતગાર કર્યા હતા. સીડીઓ ઉપર કચરા ટોપલીઓ મૂકવામાં આવી છે તેમજ ગિરનાર ઉપર માત્ર પાણીની પ્લાસ્ટિકની બોટલ જ લઈ જવાની મંજૂરી છે. બાકીની તમામ પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી લઈને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરી શકાય.