લખનૌ, ઉત્તર પ્રદેશના હરદોઈમાં મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં સવાયજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે બેકાબુ બોલેરો જીપ ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણ કારમાં સવાર એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં ચાર વર્ષના બાળકનો પણ સમાવેશ થયો છે.પોલીસના જણાવ્યા અનુસાર ટક્કર એટલી ગંભીર હતી કે મૃતકોના મૃતદેહને બહાર કાઢવા માટે વાહનને કાપવું પડ્યું હતું.
આ અકસ્માત બિલ્હૌર-કટરા હાઈવે પર સવાઈજપુર કોતવાલી વિસ્તારના ખમરિયા ગામ પાસે થયો હતો. ખમરીયા ગામ પાસે બોલેરો કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે અથડાઈ હતી અને ટક્કર એટલી ગંભીર હતી કે વાહનના ટુકડા થઈ ગયા હતા.
આ મામલે પોલીસનું કહેવું છે કે અકસ્માત બાદ કારમાં સવાર તમામ લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત હોવાનું જણાવ્યું હતું.સવાયજપુર પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક દિલેશ કુમાર સિંહે જણાવ્યું કે દુર્ઘટનામાં એક બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે વાહનને કાપીને તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે બોલેરો રૂપાપુરથી સ્વેજપુર તરફ જઈ રહી હતી. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.