ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ તેલંગાણા વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો

હૈદરાબાદ, તેલંગાણામાં એન ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ વિધાનસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના આ નિર્ણય બાદ ટીડીપી તેલંગાણા યુનિટના પ્રમુખ કાસાની જ્ઞાનેશ્ર્વરે સોમવારે ના રોજ તેમના સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાજીનામાની જાહેરાત કરતા જ્ઞાનેશ્ર્વરે કહ્યું કે તેમણે આ નિર્ણય લીધો છે કારણ કે તેઓ અને તેલંગાણામાં પાર્ટી કાર્યર્ક્તાઓ ટોચના નેતૃત્વના નિર્ણયથી સંપૂર્ણપણે નિરાશ છે. પતેથી જ મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું નક્કી કર્યું.

જ્ઞાનેશ્ર્વરે પત્રકારોને કહ્યું, “અમે ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા. પક્ષ શા માટે ચૂંટણી લડી રહ્યો નથી તે અંગે (ટીડીપીના ટોચના નેતૃત્વ તરફથી) કોઈ પ્રતિસાદ મળ્યો નથી. પાર્ટીમાં રહીને અમે પાર્ટી કેડર સાથે અન્યાય ન કરી શકીએ, એમ તેમણે કહ્યું. તેથી મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ તેમના અનુયાયીઓ સાથે તેમના આગામી પગલા અંગે ચર્ચા કરશે. જ્ઞાનેશ્ર્વરે તાજેતરમાં આંધ્રપ્રદેશની રાજમહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ તેમને પાર્ટીના ચૂંટણી નહીં લડવાના નિર્ણયની જાણકારી આપવામાં આવી હતી.

જ્ઞાનેશ્ર્વરે અગાઉ કહ્યું હતું કે ટીડીપી ચૂંટણી લડશે. ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ ન્યાયિક કસ્ટડીમાં છે ચંદ્રાબાબુ નાયડુ એપી સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાંથી કથિત રીતે ભંડોળની ગેરરીતિના આરોપમાં હાલમાં સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. કથિત કૌભાંડમાં સરકારી તિજોરીને રૂ. ૩૦૦ કરોડથી વધુનું નુક્સાન થયું હતું. ૨૦૧૮માં તેલંગાણામાં ટીડીપી કેટલી સીટો જીતી? તેલંગાણામાં ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીને માત્ર બે બેઠકો મળી હતી. તેની કોંગ્રેસ અને સીપીઆઈ સાથે ચૂંટણી પૂર્વેની સમજૂતી હતી. તે જ સમયે, પવન કલ્યાણની પાર્ટી જનસેના, જે આંધ્ર પ્રદેશમાં ટીડીપી સાથે ગઠબંધન કરી રહી છે, તેણે તેલંગાણામાં ૩૨ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જનસેના એનડીએની સહયોગી પાર્ટી છે.