ગોધરા બહારપુરા ખાતે રહેતા આરોપીએ જમીન પેટેના 44,56,600/-રૂપીયા નહિ કરી છેતરપિંડી ઠગાઈ કરતાં ફરિયાદ

ગોધરા, ગોધરા તાલુકાના મુળ હમીરપુર અને હાલ બહારપુરા ગોધરા ખાતે રહેતા આરોપી પાસે જમીનના કુલ 44,56,600/-રૂપીયા આપેલ હતા. તેમાં રૂા.23,85,000/-રૂપીયાના ચાર ચેકો એકસીસ બેંકના આપેલ હતા. તે ચેક બાઉન્સ થતાં કોર્ટમા કેસ દાખલ કરેલ હોય કુલ રૂપીયા બાકી નિકળતા રૂા.20,71,600/- નહિ આપી વિશ્ર્વાસધાત ઠગાઈ કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના મુળ હમીરપુર નામે અને હાલ બહારપુરા ગોધરા ખાતે રહેતા મુકેશભાઈ બાબુભાઈ હરીજન એ જમીન કિંમત રૂા.44,56,600/-ના રોકડથી આપેલ હતી. તેમાંથી ચાર એકસીસ બેંકના ચેકોથી કુલ 23,85,000/-રૂપીયા આપ્યા હતા. આ ચેકો બેંંકમાંં નાખતા જમીન પેટે આપેલ ચેકો બાઉન્સ થતાં ચેક બાઉન્સનો કેસ કરતાંં હાલ નામદાર કોર્ટમાં કેસ ચાલુ છે. જ્યારે જમીનની કુલ કિંમત માંથી બાકી નિકળતા રોકડ 20,71,600/-રૂપીયા જમીન પેટેના નહિ આપી છેતરપિંડી ઠગાઈ કરતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નરેન્દ્રકુમાર પટેલ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી.406, 420 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.