મલયાલમ અભિનેત્રી રેંજુષા મેનનનું નિધન, અભિનેત્રી ફ્લેટમાં મૃત હાલતમાં મળી

તિરુવનંતપુરમ,મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મલયાલમ ફિલ્મ અભિનેત્રી રેંજુષા મેનન તિરુવનંતપુરમના શ્રીકારયમમાં તેના ફ્લેટની

અંદર લટક્તી હાલતમાં મળી આવી છે. અભિનેત્રી મુખ્યત્વે ઘણા ટેલિવિઝન શો અને ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવતી જોવા મળી છે. રેંજુષા સહાયક ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત છે.

મલયાલમ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રેંજુષા મેનન તિરુવનંતપુરમમાં તેના ભાડાના ફ્લેટમાં લટક્તી હાલતમાં મળી આવી છે. તેણી માત્ર ૩૫ વર્ષની હતી. શ્રીકાર્યમ પોલીસે અભિનેત્રીના મોતની તપાસ શરૂ કરી છે. સોમવારે સવારે જ્યારે તેમના પરિવારને ખબર પડી કે તેમનો ફ્લેટ ઘણા સમયથી બંધ છે ત્યારે બધાને શંકા ગઈ. આ પછી જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો તે લટક્તી જોવા મળી હતી.રેંજુષાના મૃત્યુનું કારણ જાણવા પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મામલાની તપાસ ચાલી રહી છે. રેંજુષા મેનન એક પ્રખ્યાત અભિનેત્રી હતી જેણે ઘણી ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે કેટલીક મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

રેંજુષાને તેણીએ “સ્ત્રી “, ’નિજલટ્ટમ’, ’માગલુદે અમ્મા’ અને ’બાલામણિ’ જેવા પાત્રો માટે ઓળખવામાં આવે છે. અભિનય ઉપરાંત રેંજુષા એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના પણ હતી. તેમના પરિવારમાં તેમના પિતા સીજી રવિન્દ્રનાથ અને માતા ઉમાદેવીનો સમાવેશ થાય છે.