વાપીના ડુંગરા પોલીસનો સપાટો: ૯૦ લાખથી વધુ કિંમતનો પાન મસાલા-ગુટખાનો જથ્થો ઝડપ્યો, ૧ની અટકાયત,એક ફરાર

વલસાડ, વલસાડના વાપીના ડુંગરા પોલીસે પાકી બાતમીના આધારે સપાટો બોલાવી દીધો હતો. પોલીસની રેડ દરમિયાન કરવડમાંથી ૯૦ લાખથી વધુનીં કિંમતના પાન મસાલા-ગુટખા સહિતનો જથ્થો જપ્ત કરાયો હતો. જેના આધાર પુરાવા હાજર ન મળતા શંકાસ્પદ જથ્થો ગણી પોલીસે જપ્ત કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી આસિફ નામના ગોડાઉન માલિકે પાન મસાલા-ગુટખાના જથ્થાનો સંગ્રહ કર્યો હતો. આથી પોલીસે દોડી જઇ તપાસ આદરી હતી. જેમાં ગોડાઉનમાં હાજર કર્મચારી પાસેથી આધાર-પુરાવા કે બિલ ન હોવાથી જથ્થો જપ્ત કરાયો હતો. હાલ પોલીસ દ્વારા ગોડાઉન સંચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે પાન મસાલા-ગુટખાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઇ જવાનો હતો એ સહિતની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.