શહેરા તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાયા શહેરા તાલુકા વિકાસ અધિકારી કુમારી ઝરીના અન્સારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી લાંચ ઝડપાયા શહેરા તાલુકા વિકાસ અધિકારી કુમારી ઝરીના અન્સારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા છે કુમારી ઝરીના અન્સારી (તાલુકા વિકાસ અધિકારી ) એ ફરિયાદી પાસે કુલ રૂ. 4.45 લાખની લાંચ માંગી હતી જે પૈકી રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે અમદાવાદ એ સી બી એ છટકું ગોઠવી તાલુકા વિકાસ અધિકારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે હાલ ટીડીઓને ગોધરા એ સી બી પોલીસ મથકે લવાયા છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.