રાજકોટ, શરદ પૂર્ણિમાની રાત્રે રંગીલુ રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું હતુ. રેસકોર્સ મેદાનમાં ૧ લાખ ૨૧ હજાર ખેલૈયાઓએ ગરબા રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે.વડાપ્રધાન મોદીએ લખેલા ગરબા પર ૧ લાખ ૨૧ હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમીને વિશ્વ રેકોર્ડ રચ્યો છે.રેસકોર્સ મેદાન આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે.
વડાપ્રધાન મોદીએ રચેલા માડી ગરબાને જાણીતા કલાકાર પાર્થિવ ગોહિલે સ્વર આપ્યો હતો. રાજકોટ શહેર ભાજપ અને સ્વનર્ભર શાળા સંચાલક મંડળે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.ગરબા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને સેલ્ફી પાડવા માટે ૨૦થી વધુ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. તો ૫૦૦થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લોકોના આરોગ્યની ચિંતા કરતાં સ્થળ પર મેડિકલ ટીમ અને ૨૦ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.