રાજકોટના ખંભાળામાં ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત

રાજકોટના ખંભાળા વિસ્તારની એક સ્કૂલમાં હોસ્ટેલમાં જ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં જ ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું છે. જો કે વિદ્યાર્થીએ આપઘાત કેમ કર્યો તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. હાલ પોલીસે વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં આવરનવાર આત્મહત્યા કેસ સામે આવતા હોય છે. જેમાં અલગ અલગ કારણો પણ સામે આવતા હોય છે. ત્યાં રાજકોટના ખંભાળા વિસ્તારની એક સ્કૂલમાં હોસ્ટેલમાં જ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં જ ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું છે. જો કે વિદ્યાર્થીએ આપઘાત કેમ કર્યો તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. હાલ પોલીસે વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વિદ્યાર્થીએ આપઘાત કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

તો બીજી તરફ ગઈકાલે સુરતમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી હતી.એક જ પરિવારના 7 સભ્યોએ એકસાથે જીવનનો અંત કરી દીધો હતો. મનિષ સોલંકી નામના વ્યક્તિએ પહેલા પોતાના પુત્ર-પુત્રી, માતા અને પિતાને ઝેરી દવા પીવડાવી હતી.જ્યારે કે પત્ની અને એક દીકરીનું ગળુ દબાવીને મારી નાખી હતી. ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.