ઓપરેશનથી ધુંટણમાં સારું છે. રિહેબ ફેઝ ચાલી રહ્યો છે,મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની 26 ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં એક ઈવેન્ટમાં ગયા હતા. આ દરમિયાન ધોનીએ જણાવ્યું કે, તેમણે માત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે, ડોકટરોએ ધોનીને કહ્યું છે કે, તેઓ નવેમ્બર સુધીમાં ઠીક થઈ જશે. તેમને ઘુંટણમાં હવે કોઈ તકલીફ નથી અને તેઓ સંપૂર્ણપણે ફિટ થઈ શકે છે. 

મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું છે કે, ‘ઓપરેશનથી ધુંટણમાં સારું છે. રિહેબ ફેઝ ચાલી રહ્યો છે. ડોકટરોએ જણાવ્યું છે કે, નવેમ્બર સુધીમાં સરખું થઈ જશે અને રોજબરોજના કામમાં કોઈ તકલીફ થતી નથી.’

સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યૂની આ ક્લિપ વાયરલ થઈ રહી છે. ધોનીના ફેન્સને ચિંતા થતી હતી કે, ધોનીના ઘુંટણમાં હવે કેવું છે. ફેન્સ આતુરતાથી ધોનીના કમબેકની રાહ જોઈ રહ્યા છે અને ઘુંટણમાં સારું હોવાના સમાચારથી ખૂબ જ ખુશ છે. 

મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી નિવૃત્તિની ના પાડી દીધી છે. ધોનીએ મે 2023માં ગુજરાત ટાઈટન્સને હરાવ્યા પછી અને ફાઈનલ જીત્યા પછી જણાવ્યું હતું કે, 9 મહિના સુધી મહેનત કરીને વધુ એક IPL સીઝન માટે રમવાની કોશિશ કરવી તે ખૂબ જ અઘરૂ છે. CSK ફેન્સ પાસેથી મને ખૂબ જ પ્રેમ મળ્યો છે અને વધુ એક સીઝનમાં મને ક્રિકેટ રમતા જોવો તે ફેન્સ માટે એક ગિફ્ટ હશે.