અમેરિકામાં ડબલ મર્ડરના આરોપીને ૨૪૦ વર્ષની જેલની સજા ફટકારાઇ !

વોશિંગ્ટન, ગત વર્ષે દક્ષિણ ઈન્ડિયાના ગેસ સ્ટેશન પર પોતાની પત્ની અને અન્ય વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવાનો કેસ સામે આવ્યો હતો. આ હુમલા દરમિયાન અન્ય ત્રીજા વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી. આ કેસમાં દોષિત વ્યક્તિને ૨૪૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

એક રિપોર્ટ મુજબ, ન્યુ અલ્બાનીના ચેરોક અમીર ડગલસને હત્યાના બે મામલા, હત્યાના પ્રયાસ અને લૂંટના એક મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ડગલસે એપ્રિલ ૨૦૨૨માં કેન્ટકીના ૩૮ વર્ષીય બ્રાન્ડી ડગલસ અને ૪૩ વર્ષીય લોરિન યેલની હત્યા કરી હતી.

પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેણે એક રેસ્ટોરેન્ટની માલિકનું અપહરણ કરી લીધુ હતું. જે તેની ગાડીમાંથી પડીને ઘાયલ થઈ ગઈ હતી. બીજી તરફ, તપાસર્ક્તાઓને મૃતકો અને આરોપી સાથે કોઈ સંબંધ હોવાની માહિતી મળી નહતી.

આ કેસની સુનાવણી બાદ ન્યાયાધીશ કેરી સ્ટિલરે ડલગસને મહત્તમ સજા ફટકારી હતી. ડગલસે પીડિત પરિવારોની માફી માંગી હતી. આ સાથે તેણે કોર્ટના નિર્ણયને પડકારવાની વાત કરી હતી.