મુંબઇ : હાલમાં સુભાષ ઘાઇ અને મુક્તા ઘાઇની વેડિંગ એનિવર્સરીની ઊજવણીમાં માધુરી દીક્ષિત, સંજય દત્ત, જેકી શ્રોફ સાથે દેખાતાં લોકો ખલનાયક ટુની અટકળ લગાડી રહ્યા છે. જોકે આ પાર્ટીમાં માધુરી પતિ ડોકટર શ્રીરામ નેને સાથે આવી હતી. સોશયલ મીડિયા પર શ્રીરામ નેનેએ આ પાર્ટીની તસવીર શેર કરી હતી.
માધુરીના પતિ શ્રીરામ નેને સોશયલ મીડિયા પર એકટિવ રહે છે. તેણે તે જ સંધ્યાની તસવીર શેર કરી હતી. જેમાં માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, સંજય દત્ત, પોતે શ્રીરામ નેને અને સુભાષ ઘાઇ સાથે જોવા મળી રહ્યા છે. સોશયલ મીડિયા પર આ ટીમને સાથે જોતાં જ લોકોએ ખલનાયક ટુની અટકળ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ખલનાયક ફિલ્મ ૧૯૯૩માં એટલે કે ૩૦ વરસ પહેલા રિલીઝ થઇ હતી.જે બ્લોક બસ્ટર નીવડી હતી. આ ફિલ્મની વાર્તાને સુભાષ ઘાઇએ જ લખી હતી,ડાયરેકટ તેમજ પ્રોડયુસ પણ કરી હતી. સંજય દત્ત ફિલ્મમાં વિલનની ભૂમિકામાં હતો. જેકી શ્રોફ પોલીસની અને માધુરી જેકીના રોલની ગર્લફ્રેન્ડ ગંગા બની હતી. આ ફિલ્મનું ગીત ચોલી કે પીછે ક્યા હૈ માધુરી અને નીના ગુપ્તા સાથેનું બહુ જ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મને નેશનલ એવોર્ડ માટે નોમિનેટ થઇ હતી પરંતુ ચોલી કે પીછે ગીતને કારણે એવોર્ડ ન મેળવી શકી. એ સમયે ચોલી કે પીછે ક્યા હૈ ગીત વિવાદાસ્પદ બન્યું હતું.