સુરતના ઉત્રાણમાં તોડબાજ પત્રકાર ઝડપાયા! જમીન ગૌચરની હોવાનું જણાવી ૪ શખ્સોએ ૩ લાખ માંગ્યા

સુરતનાં ઉત્રાણ વિસ્તારમાંતી ખંડણી માંગનાર 3 શખ્શો ઝડપાયા હતા. નવું બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી 3 લાખ માંગ્યા હતા. પત્રકાર તરીકેની ઓળખ આપી ખંડણી માંગી હતી. જમીન ગૌચરની હોવાનું જણાવી 4 શખ્સોએ 3 લાખ માંગ્યા હતા. આ બાબતે ઉત્તરાણ પોલીસે હાલ ત્રણની ધરપકડ કરી છે. ખંડણી માંગનાર મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે. 

સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ચોરી, લૂંટ, ખંડણી જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તેવામાં લોકશાહીના આધારસ્તંભને લજવતા તોડબાજ તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના મોટા વરાછામાં રહેતા એક વેપારીને પત્રકાર તરીકેની ઓળખ આપી તેનું મકાન સરકારી અને ગૌચરની જમીન પર હોવાથી ડિમોલીશન કરાવવાની ધમકી આપી હતી. સાથે જ રૂપિયા 10 લાખની ખંડણી પણ માગી હતી. જોકે ફરિયાદીએ આ તોડબાજોને પૈસા ન આપી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય તોડબાજ પત્રકારોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ બાબતે એસીપી આર.પી ઝાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદી પરસોત્તમભાઈ મોરડીયા જેઓએ ઉત્રાણ વિસ્તારમાં ખળી ફળીયું આવેલું છે. જ્યાં તેઓએ એક મકાન વેચાણ રાખેલું હતું.  જે બાબતની જાણ ત્યાં જ રહેતા દિલીપ પેલીસ નામનાં શખ્સને થતા તેણે આ માહિતી લોક મરચા દૈનિક ગ્રૂપનાં  પત્રકારો ધવલભાઈ સોલંકી,  પરવેઝ ખાન, નિકુંજને માહિતી આપેલ. જે બાદ આ તમામ લોકોએ ફરિયાદીનો સંપર્ક કરેલ અને ફરિયાદીને કહેલ કે તમે જો અમને 10 લાખ રૂપિયા નહી આપો તો અમે ન્યુઝમાં પ્રસાર પ્રચાર કરી મકાન અને તોડાવી નાંખીશું. આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ ફરિયાદીએ તેઓનાં મોબાઈલમાં રેકોર્ડીંગ કરેલ. જે બાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઉતરાણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.