રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આપે પહેલી યાદીમાં ૨૩ નામોનુ એલાન કર્યું

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 23 નામોની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ જે સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં ગંગાનગર, શ્રીમાધોપુર, નીમકથાણા, નિવાઈ, ઉદયપુર, ડુંગરપુર સહિત 23 સીટોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ચૂરહટથી અનેન્દ્ર ગોવિંદ મિશ્રા, દતિયાના સેવરા મતવિસ્તારથી સંજય દુબે, મુરેનાથી રમેશ ઉપાધ્યા, ઝાબુઆના પેટલાવાડથી કોમલ ડામોર, છતરપુરના મહારાજપુરથી રામજી પટેલ અને રીવાના સિરમૌરથી સરિતા પાંડે પણ યાદીમાં સામેલ છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લગતી આ યાદી આમ આદમી પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય, દિલ્હી તરફથી જાહેર કરવામાં આવી છે. અગાઉ કોંગ્રેસે 19 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી હતી. ત્રીજી યાદીમાં પાર્ટીએ ધોલપુરથી શોબા રાની કુશવાહ, સીકરથી રાજેન્દ્ર પ્રતીક, નગરથી વાજીબ અલી, દેવલી-ઉનિયારાથી હરીશ ચંદ્ર મીણા, ઝાલોદ (ST)થી હીરા લાલ દરંગી અને કરૌલીથી લખન સિંહ મીણાના નામ જાહેર કર્યા છે. એકંદરે કોંગ્રેસે અત્યાર સુધીમાં 95 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

જ્યારે ગયા સપ્તાહે શનિવારે ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. પાર્ટીએ બીજી યાદીમાં 83 ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાં કેટલાક અગ્રણી નામોનો સમાવેશ થાય છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને ઝાલરાપાટનથી વધુ એક તક આપવામાં આવી છે. રાજસ્થાન બીજેપીના પૂર્વ અધ્યક્ષ સતીશ પુનિયા પણ સામેલ છે, જેમને અંબર મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.