
કરચોરી ડામવાના શ્રેણીબદ્ધ પગલા તથા વધતી આર્થિક સમૃદ્ધિ વચ્ચે આવકવેરા રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં વર્ષોવર્ષ વધારો થતો રહ્યો છે. 2013-14થી 2021-22ના 8 વર્ષના સમયગાળામાં ઈન્કમટેકસ રિટર્નની સંખ્યામાં 90 ટકાનો વધારો થયો છે.
કરવેરા બોર્ડના આંકડાકીય રિપોર્ટમાં એવુ સુચવાયુ છે કે, આકારણી વર્ષ 2013-14માં રીટર્ન ફાઈલ કરનારા કરદાતાઓની સંખ્યા 3.4 કરોડ હતી તે 2021-22માં વધીને 6.4 કરોડે પહોંચી હતી.
ચાલુ નાણાકીય વર્ષમાં પણ તે અત્યારસુધીમાં 7.4 કરોડે પહોંચી છે. તેમાં 53 લાખ કરદાતાઓએ પ્રથમ વખત રિટર્ન ફાઈલ કર્યા છે. પાંચ લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાની સંખ્યા આઠ વર્ષમાં 2.6 કરોડથી વધીને 3.5 કરોડ થઈ છે જે 32 ટકાનો વધારો સૂચવે છે. આ આવક શ્રેણીમાં લોકો ટેકસેબલ લીમીટમાં આવતા હોવાથી રીટર્ન ફાઈલ કરવાનું ટાળતા હોય છે.
રિપોર્ટમાં એમ સુચવાયુ છે કે, ટોચના 1 ટકા અને છેવાડાના 25 ટકા સિવાયના બાકીના 74 ટકા કરદાતાઓની આવક સરેરાશ 75.8 ટકા રહેતી હતી તે વધીને 73 ટકા થઈ છે.