
નવી દિલ્હી : સૂર્યનાં પ્લાઝમામાં અન્ય સૂર્ય પાસેથી પસાર થતાં ભરતી આવી જે પ્લાઝમાં વિંડો છૂટા પડયા. તેમાં પૃથ્વી અને મંગળનો એક વિશાળ પિંડ પણ છૂટો પડયો તે પછી એક પિંડ તે દૂર ફેંકાઈ ગયો, ઠરતાં ઠરતાં તે મંગળ ગ્રહ બન્યો માટે તો મંગળનું એક નામ જ ભૂમિનો પુત્ર છે. આવા આ મંગળ ઉપર જીવનની શક્યતા માટે દાયકાઓથી સંશોધનો થઇ રહ્યાં છે. તેવામાં એક અદ્ભૂત સમાચાર તેવા આવ્યા છે કે, વિજ્ઞાનીઓએ એવો દાવો કર્યો છે કે મંગળ ઉપર ઊંદરો જીવી શકે છે.
દક્ષિણ અમેરિકાનાં ચીલી અને આર્જેન્ટિનાનાં આતકામાના એન્ડીઝ ગીરીમાળાની પશ્ચિમે રહેલા ઉચ્ચ પ્રદેશમાં જ્વાળામુખીઓ પણ છે. ત્યાં પાસેના વિસ્તારમાં તો બેહદ શુષ્ક હવા છે. તેવાં શિખરો ઉપર અત્યંત ઠંડુ વાતાવરણ મંગળ ઉપરનાં વાતાવરણ જેવું જ છે. આવાં વાતાવરણમાં પણ ઉંદર જોવા મળ્યા છે. તે ઉપરથી વિજ્ઞાનીઓ અનુમાન કરે છે કે મંગળ ઉપર પણ ઉંદર જીવી શકે છે.
પહેલાં એવું અનુમાન હતું કે સમુદ્રની સપાટીથી ૬ હજાર મીટર (આશરે ૧૯.૫ હજાર ફીટથી વધુ ઊંચાઈ) એ હવા અત્યંત પાતળી થઇ જતાં ત્યાં જીવન સંભવિત નથી. પરંતુ અમેરિકાના પ્રોફેસર જે સ્ટોર્ઝ અને તેના સાથી પર્વતારોહી મારીયો પેરેઝ મમાનીએ ૨૦૨૦ના પ્રારંભમાં ચીલી આર્જેન્ટીના સીમા ઉપર ફેલાયેલા જ્વાળામુખી લુલ્લા ઇલાકોના ૨૨૦૦૦ ફીટ ઊંચા શિખર ઉપર ઊંદરો જોયા. આથી વધુ ઉંચાઈએ કોઈ સસ્તન પ્રાણી જીવી ન શકે.
આ ઉપરથી પ્રોફેસર સ્ટોર્ઝે કહ્યું : અમારાં સંશોધનમાં સૌથી આશ્ચર્યજનક વાત તે છે કે આવાં દુર્ગમ અને મંગળ પર હોય તેવાં ઠંડા વાતાવરણમાં જ્વાળામુખીઓનાં શિખર પાસે પણ સસ્તન પ્રાણીઓ રહી શકે છે. વેલ ટ્રેઇન્ડ પર્વતારોહીઓ ત્યાં તો માંડ એકાદ દીવસ આટલી મુશ્કેલી સહન કરી શકે છે. ત્યારે આ ઉંદરો તો કોઈ પણ સાધનો (જીવન રક્ષક ઓક્સીજન સીલીન્ડર્સ) વીના પોતાનું જીવન ગુજારી શકે છે. તેથી એમ લાગે છે કે ધાર્યા કરતાં સસ્તન પ્રાણીઓની જીવન શક્તિ ઘણી વધુ હોય છે.