પીએમ મોદી ચૂંટણી ફાયદા માટે રામ મંદિરનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે’, કોંગ્રેસ નેતાનો આરોપ

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર ચૂંટણી ફાયદા માટે પાંચ રાજ્યની ચૂંટણી અને લોક્સભા ચૂંટણી પહેલા રામ મંદિરનો મુદ્દો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતીય જનગણના માટે વિપક્ષી દળના દબાણથી ડરેલા છે, કારણ કે તેનાથી આવતા વર્ષે લોક્સભા ચૂંટણી પહેલા ધર્મના આધાર પર વિભાજનની ભાજપની યોજનાને ઝટકો લાગી શકે છે.

બહરામપુરના લોક્સભા સાંસદ અધિર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ માં કહ્યું, રામ મંદિરનો રાજનીતિ સાતે કોઇ સંબંધ નથી. ભારતીય હજારો વર્ષોથી રામની પૂજા કરતા આવે છે. અચાનક, મોદી રામ ભક્ત બની ગયા છે અને દેશને ધર્મના આધાર પર વેંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અધીર રંજન ચૌધરીએ કહ્યું, વિપક્ષી દળોન જાતિ જનગણનાની માંગથી ભાજપને નુક્સાન થયું છે, કારણ કે તેનાથી પાર્ટીની ચૂંટણી યોજનામાં કેટલીક અડચણ આવી શકે છે. માટે ડરેલા મોદી એમ કહીને દેશમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરે છે કે જાતીય જનગણના ભારત માટે ખતરનાક હશે.

અધીર રંજન ચૌધરી નવી દિલ્હીમાં દશેરા કાર્યક્રમમાં પીએમ મોદીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા હતા કે રામ મંદિરનું ઉદ્દઘાટન જાન્યુઆરીમાં કરવામાં આવશે.

સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત કરવાના રચાયેલી સમિતિની ભલામણ વિશે વાત કરતા કહ્યું કે આ કંઇ નહી પણ લોકોની સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનો ભાજપનો પ્રયાસ છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે દેશમાં જાતિ જનગણના રક ભાર આપ્યા પછી ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અધીર રંજન ચૌધરીએ કહ્યું ઇન્ડિયા અને ભારત વચ્ચે ભાગ્યે જ કોઇ અંતર છે અને સવાલ કર્યો કે વડાપ્રધાન મોદીની ’મેક ઇન ઇન્ડિયા’ અને ’સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ જેવી પહેલનું શું થશે.