ભાવનગર, ગુજરાતના યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. કોરોના કાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. હાર્ટ અટેક અને તેનાથી મોતના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આજે ભાવનગરમાં નાની વયે હાર્ટ અટેકે જીવ ગુમાવ્યો છે. ભાવનગરના ૧૭ વર્ષીય વિજય ચૌહાણનું મોત થયું છે.
ભાવનગરમાં ફરી એક વખત ૧૭ વર્ષના કિશોરનું ધબક્તું હૃદય બંધ થયું છે,વિજય ચૌહાણ નામનો માત્ર ૧૭ વર્ષનો કિશોર રાત્રે ૧૦ વાગ્યે સુઇ ગયો હતો, પરંતુ ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી જતાં તે સૂતા બાદ જાગ્યો જ નહી. તેમને બેભાન અવસ્થામાં જોઇને ભાવનગરના માઢીયા ગામેથી ૧૦૮ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારની હાજરીમાં ટૂંકી સારવાર બાદ હાર્ટ અટેકના હુમલા થી આ વિજય ચૌહાણનું અવસાન થયું હતું. નવ યુવાનના અચાનક મોતથી પરિવાર સ્તબ્ધ છે. મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
અગાઉ, ભાવનગરના તળાજાના દેવકી ગામે હાર્ટ એટેકથી ૧૮ વર્ષીય યુવતીનું મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જીજ્ઞા બારૈયા નામની યુવતી રાત્રે સૂતા બાદ સવારે ઉઠી જ નહીં. રાત્રે ભવાઈ જોવા જવાનું કહી સૂઈ ગયેલી યુવતી સવારે ઉઠી જ નહોતી.