
બાંગ્લાદેશે તેમની આગામી બે મેચ કોલકાતામાં રમવાની છે. 28 ઓક્ટોબરે બાંગ્લાદેશે નેધરલેન્ડ સામે મેચ રમવાની છે જ્યારે 31 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ મુકાબલો યોજાશે. બંને મેચ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સેમી ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે તેમને બંને મેચ જીતવી જ પડશે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે બાંગ્લાદેશી કપ્તાન અચાનક સ્વદેશ પરત ફર્યો હતો.
બાંગ્લાદેશની ટીમ ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં અત્યાર સુધી કંઈ ખાસ કરી શકી નથી. આ ટીમે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. બાંગ્લાદેશે (Bangladesh) અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમી છે જેમાંથી તેને માત્ર એક જ જીત મળી છે. તેને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં કેપ્ટન શાકિબ અલ હસન (Shakib Al Hasan) ટીમને છોડીને એક વ્યક્તિને મળવા ઢાકા ગયો હતો.
શાકિબ ટીમ છોડીને ઢાકા ગયો છે જ્યારે બાંગ્લાદેશની આખી ટીમ કોલકાતા પહોંચી ગઈ છે જ્યાં તેમણે પોતાની આગામી મેચ રમવાની છે. બાંગ્લાદેશે તેમની આગામી બે મેચ કોલકાતામાં જ રમવાની છે. 28 ઓક્ટોબરે બાંગ્લાદેશે નેધરલેન્ડ સામે જ્યારે 31 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. બંને મેચ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સેમી ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે તેને બંને મેચ જીતવી પડશે.
ખરેખર, શાકિબ તેના મેન્ટર નઝમુલ આબેદિન ફહીમને મળવા ઢાકા ગયો છે. વેબસાઈટ ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, શાકિબ બુધવારે બપોરે ઢાકા પહોંચ્યો હતો. બાંગ્લાદેશને તેની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 149 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજા દિવસે શાકિબ ઢાકા પહોંચ્યો અને ત્યાંથી સીધો શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ગયો. શાકિબે ત્યાં ત્રણ કલાક પ્રેક્ટિસ કરી હતી.
આ વર્લ્ડ કપમાં શાકિબનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે બેટિંગમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તેણે ચાર મેચ રમી છે પરંતુ એક પણ અડધી સદી ફટકારી નથી. તેણે ન્યુઝીલેન્ડ સામે ચોક્કસપણે 40 રન બનાવ્યા હતા પરંતુ આ સિવાય તે કોઈ અસરકારક ઇનિંગ્સ રમી શક્યો નહોતો. જોકે બોલિંગમાં તેનું પ્રદર્શન હજુ પણ સારું રહ્યું છે. તે ચાર મેચમાં છ વિકેટ લેવામાં સફળ રહ્યો છે.