મુંબઇ, આમિર ખાન અને રીના દત્તની પુત્રી આયરા ખાન તથા નૂપુર શિખરેના લગ્ન તા. ત્રીજી જાન્યુઆરીએ થવાનાં છે. આયરા તતા નૂપુરે પહેલીવાર ત્રીજી જાન્યુઆરીએ જ એકમેકને ક્સિ કરી હતી. ફર્સ્ટ ક્સિને યાદગાર બનાવવા તેમણે આ તારીખે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તા. ત્રીજી જાન્યુઆરીએ તેઓ મુંબઈમાં કોર્ટ મેરેજ કરશે. બાદમાં ઉદયપુરમાં ભપકારા લગ્ન સમારોહ યોજાશે. તા. ૧૩મી જાન્યુઆરીએ મુંબઈમાં આમિરના બોલીવૂડના મિત્રો માટે રિસેપ્શન યોજાશે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને લગ્નના રિસેપ્શનમાં આમિર પોતે જ આમંત્રણ આપવાનો છે. આ લગ્નમાં સેલેબ્રિટીઓનો મેળો જામવાનો છે. જેમાં યુવાનિયાઓથી લઇને સિનિયર એક્ટર્સને આમંત્રણ આપવામાં આવવાનું છે.
આયરા અને નૂપુર ૩ જાન્યુઆરીના રોજ કોર્ટ મેરેજ કરીને ઉદયપુર માટે નીકળી જશે. તેમની લગ્નની વિધિઓ ત્રણ દિવસની એટલે કે ૮ થી ૧૦ તારીખ સુધી હશે.જેમાં પરિવારજનો અને અંગત મિત્રોને આમંત્રણ આપવામાં આવશે.
આમિરે જાતે થોડા દિવસો પહેલાં લગ્નની તારીખ જાહેર કરી હતી. તેણે કહ્યું હતું કે પોતે બહુ જ ભાવુક બની ગયો છે અને દીકરીના લગ્નના દિવસે સો ટકા રડી પડવાનો છે.