બોલિવુડની બિંદાસ એક્ટ્રેસ બિપાશા બાસુ નવેમ્બર 2022એ માતા બની હતી. માતા બન્યા બાદથી તે દિકરી સાથે પોતાનું મધરહુડ એન્જોય કરી રહી છે. પરંતુ હવે નવા રિપોર્ટ્સ અનુસાર 44 વર્ષની બિપાશા બાસુ ફિલ્મોમાં પોતાનું કમબેક કરવા માટે તૈયારી કરી રહી છે.
બિપાશાએ બોલિવુડ કમબેક કરવા પર હિંટ આપી હતી. એક્ટ્રેસે કહ્યું- મારી દિકરી હવે ફાઈનલી મને ઘરેથી બહાર આવવા અને મોટા ઈવેન્ટ્સ અટેન્ડ કરવા માટે પુશ કરી રહી છે. હું પણ ક્યારથી બહાના કરી રહી છું કે મને કામ પર પરત ફરતા પહેલા ટાઈમ જોઈએ છે. પરંતુ એ પણ હકીકત છે કે મને એક્ટિંગ સાથે પ્રેમ છે.
એક્ટ્રેસે આગળ કહ્યું- હું ટૂંક સમયમાં વાપસી કરીશ. મને લાગે છે કે હવે મારી દિકરી તેના માટે મને પરમિશન આપી દેશે. પરંતુ મને હજુ પણ કામ અને દિકરીની વચ્ચે બેલેન્સ મેન્ટેઈન્ટ કરવું પડશે. હું હજુ પણ આ પ્રોસેશને શીખી રહી છું. બિપાશાની વાત પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે મધરહુડ ડ્યુટી બાદ હવે એક્ટિંગ કરિયર પર ફરીથી ફોકસ કરવા માંગે છે.