અફઘાનિસ્તાનમાં મધ્યરાત્રિ દરમિયાન ભૂકંપ,તીવ્રતા ૪.૩ રહી

કાબુલ, ચાલુ મહિને જાણે અફઘાનિસ્તાનથી જાણે કુદરત નારાજ હોય તેમ એક પછી એક અનેકવાર ભૂંકપ આવી ચૂક્યા છે. તાજેતરની માહિતી અનુસાર મધ્યરાત્રિ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે તેની તીવ્રતા ૪.૩ મપાઈ હતી. લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે.

ઓક્ટોબરની શરૂઆતમાં જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા અનેક ભૂકંપના આંચકાને પગલે મોટી જાનહાનિ થઈ હતી અને આશરે ૪૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હતા. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો બેઘર પણ થઈ ગયા હતા. આખે આખા શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.