નવીદિલ્હી, ૨૦૩૦ સુધીમાં ભારતમાં ઉત્પાદિત થતી ૧૮ ટકા વીજળી સૌર સ્રોતોમાંથી આવશે. જે આજના છ ટકા કરતાં વધુ હશે. આ આગાહી ઇન્ટરનેશનલ એનજીર્ એજન્સી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે પ્રકાશિત થયેલ ઇન્ટરનેશનલ એનજીર્ એજન્સીના વર્લ્ડ એનજીર્ આઉટલુક ૨૦૨૩ એ સંકેત આપ્યો છે કે સૌર, પવન, ઇલેક્ટ્રિક કાર અને હીટ પંપ જેવી સ્વચ્છ ઉર્જા ટેકનીકોના અભૂતપૂર્વ વિકાસને કારણે ૨૦૩૦ સુધીમાં વિશ્વની અડધી રિન્યુએબલ વીજળી પ્રદાન કરશે.
વાસ્તવમાં, ભારતે ૨૦૩૦ સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી ૫૦૦ ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાં લગભગ ૨૭૦ ગીગાવોટ સૌર ક્ષમતાનો સમાવેશ થાય છે. કેન્દ્રએ ઓગસ્ટમાં કહ્યું હતું કે સોલાર પાવર ઉત્પાદન ક્ષમતા હવે ૭૦ હજાર મેગાવોટને પાર કરી ગઈ છે.
રિપોર્ટમાં ઘણા દેશો દ્વારા અપ્નાવવામાં આવેલી નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નીતિઓ સ્વચ્છ ઊર્જા ટેકનીકો માટે સપ્લાય ચેઇનને પ્રોત્સાહન આપે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાથી આગળ, સ્ટેટ્ડ પોલિસી સ્ટેપ્સમાં વિશ્વમાં ઊર્જા માંગ વૃદ્ધિનો સૌથી મોટો સ્ત્રોત છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૩૦ સુધીમાં રસ્તા પર લગભગ ૧૦ ગણી ઇલેક્ટ્રિક કાર હશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૧૮ ટકા વીજળી સૌર ઉર્જાથી ઉત્પન્ન થશે, જે આજે છ ટકાથી વધુ છે.