હવાઈ ટિકિટ કેન્સલ કરવી ગુનો નથી મુંબઇ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

મુંબઇ, મુંબઇ હાઈકોર્ટે કહ્યું છે કે માત્ર એર ટિકિટ કેન્સલ કરવી એ કોઈ શંકાસ્પદ સંજોગો નથી કે ગુનો નથી. પાસપોર્ટ એજન્ટને ક્રિમિનલ કેસમાંથી મુક્ત કરતી વખતે કોર્ટે આ વાત કહી છે. મહત્વનું છે કે મુંબઈમાં યુએસ એમ્બેસીએ નોંધાવેલી ફરિયાદ બાદ એજન્ટ સામે ફોજદારી કેસ ચાલી રહ્યો હતો. નિર્મલા કુરેશી નામની એક મહિલાએ પોતાના અને તેના બે બાળકો માટે યુએસ વિઝા માટે અરજી કરી હતી.

બાળકોની ઉંમર ૧૪ વર્ષથી ઓછી હોવાથી તેમનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું ન હતું. કુરેશીના પતિના વિઝા પહેલે થી જ રદ કરવામાં આવ્યા હતા. વિઝા મળ્યા બાદ કુરેશી બાળકો સાથે અમેરિકા જતી રહી પરંતુ ત્યાર બાદમાં, પુરાવા એકત્ર કર્યાપછી, દૂતાવાસને જાણવા મળ્યું કે કુરેશી તેના બાળકોના પાસપોર્ટનો ઉપયોગ કરીને અન્ય કોઈના બાળકો સાથે યુએસ ગઈ હતી . જેમાં એક છોકરો અને એક છોકરીનો સમાવેશ થાય છે. થોડા સમય પછી નિર્મલા કુરેશી એકલી ભારત પાછી ફરી તપાસ બાદ દૂતાવાસે ૨૦૧૭ માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિર્મલા કુરેસીની સાથે સાથે પાસપોર્ટ એજન્ટ જાકીર શેખ ને પણ આરોપી બનાવ્યા કુરેશી સામે ઓથોરીટીને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો જાકીરે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે મુબઈ કોર્ટમાં અરજી કરી હતી ત્યાં અરજી નામંજૂર થયા બાદ તેણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ભારતી ડાંગરેએ અવલોકન કર્યું કે શેખ પર લગાવવામાં આવેલા આરોપો અંગે પૂરતા પુરાવાનો અભાવ જણાય છે, તેથી આરોપીઓ સામે કાર્યવાહી કરવી એ ખાલી ઔપચારિક્તા સાબિત થશે. તેમણે કહ્યું કે મારા મતે માત્ર રિટર્ન ટિકિટ કેન્સલ કરવાથી કોઈ શંકાસ્પદ સંજોગોનું નિમણ થતું નથી અને તેથી આરોપીને આઈપીસી ની કલમ ૧૨૦ બી હેઠળ ગુના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. કારણ કે શક્ય છે કે મુસાફર કોઈ સમસ્યાને કારણે કોઈ ચોક્કસ તારીખે ટિકિટ કેન્સલ કરાવવાનું કહે. જો આવી વિનંતી પર ટિકિટ રદ કરવામાં આવે તો તે ગુનો ગણી શકાય નહીં. સેશન્સ કોર્ટ આ પાસાને સમજવામાં નિષ્ફળ રહી છે, તેથી આરોપીને કેસમાંથી નિર્દોષ છોડવામાં આવે છે.